________________
શ્રાભગવતી-સાર પૃથ્વીકાયિકોની સ્થિતિ ઓછામાં ઓછી અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે બાવીસ હજાર વર્ષની કહી છે. તેઓ વિમાત્રાએ એટલે વિવિધ કાળે શ્વાસ લે છે. તેઓને આહારનો અભિલાષ નિરંતર હોય છે, તેઓ વ્યાધાત ન હોય તો યે દિશામાંથી આહાર લે છે. પણ જો વ્યાઘાત હોય, તો ત્રણ દિશામાંથી, ચાર દિશામાંથી અને પાંચ દિશામાંથી લે છે. ૧
એ પ્રમાણે જલકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક તથા વનસ્પતિકાયિક સુધી જાણવું. વિશેષ એ કે જેની જે સ્થિતિ હોય તે કહેવી અને વિવિધપણે ઉલ્લાસ જાણવો.
બેઈજિયની સ્થિતિ બાર વર્ષની છે, અને ઉલ્લાસ, વિમાત્રામાં છે. આહારને અભિલાષ અસંમેય સમયવાળા અંતર્મુહૂર્તમાં વિમાત્રામાં થાય છે.
બેકિય જીવોને આહાર બે પ્રકારને કહ્યો છે : રામાહાર, એટલે કે રૂવાં દ્વારા લેવાતો આહાર, અને પ્રક્ષેપાહાર, એટલે કે મુખમાં લેવાઈને થતો આહાર. તેમાં
- ૧. તે વ્યાઘાત તેમને લોકાંતના ખૂણાઓ વિષે સંભવે છે; જ્યારે પૃથ્વીકાયને જવ નીચેના અથવા ઉપરના ખૂણા વિષે રહેલો હોય, ત્યારે નીચે અલોક હોય છે, તેમ જ પૂર્વ તથા દક્ષિણને વિષે અલોક હોય. આ પ્રમાણે ત્રણ દિશા અલોક વડે આચ્છાદિત હોવાથી અન્ય ત્રણમાંથી, આહાર સંભવે છે.
૨. તે સર્વની ઓછામાં ઓછી સ્થિતિ અંતર્મુહૂર્ત ની છે, અને વધારેમાં વધારે અપકાયની સાત હજાર વર્ષ, તેજસની ત્રણ અહોરાત્રની, વાયુની ત્રણ હજાર વર્ષની અને વનસ્પતિકાયની દશ હજાર વર્ષની છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org