________________
સાધુ છે; પાંચ માસની દીક્ષાવાળા શ્રમણ જ્યોતિષ્કના ઈક, જ્યોતિષ્કના રાજા ચંદ્ર અને સૂર્યના સુખને અતિક્રમે છે; છ માસની દીક્ષાવાળા શ્રમણ સૌધર્મ અને ઈશાનવાસી દેવના સુખને અતિક્રમે છે; સાત માસની દીક્ષાવાળા શ્રમણ સાનફુમાર અને મહેન્દ્ર દેવના, આઠ માસની દીક્ષાવાળો બ્રહ્મલોકવાસી અને લાંતક દેના, નવ માસની દીક્ષાવાળો આનત, પ્રાણત, આરણ અને અચુત દેના, અગિયાર માસની દીક્ષાવાળો રૈવેયક દેવોના તથા બાર માસની દીક્ષાવાળા શ્રમણનિગ્રંથ અનુત્તરૌપપાતિક દેના સુખને અતિક્રમે છે. ત્યારબાદ તે શુદ્ધતર પરિણામવાળા થઈને સિદ્ધ થાય છે તથા સર્વ દુબેને અંત કરે છે.
–શતક ૧૪, ઉદ્દે ૯
રાજગૃહ નગરને પ્રસંગ છે. ગૌતમ– હે ભગવન ! નિગ્રંથેના કેટલા પ્રકાર છે ? મ– હે ગૌતમ! નિગ્રંથે પાંચ પ્રકારના કહ્યા છે:
૧. પુલાકઃ “એટલે કે જે સાધુ સંયમવાન હોવા છતાં, તથા વીતરાગપ્રભુત આગમથી કદી ચલિત ન થતા હવા છતાં, દોષ વડે સંયમને, પુલાકની પેઠે – નિસાર ધાન્યના કણની પેઠે – કાંઈક અસાર કરે છે, અથવા તેમાં પરિપૂર્ણતા પ્રાપ્ત કરતા નથી તે'.
૧. આ તથા પછીની બધી અવતરણમાં મૂકેલી વ્યાખ્યાઓ મૂળની નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org