________________
ટિમ્પણ
૭૧૩ તો રત્નપ્રભામાં નીચે નેવું હજાર જનપ્રમાણ ભાગમાં જ છે. આવાસો મોટા મંડપ જેવા હોય છે, અને ભવન નગર જેવાં હોય છે. * ૫. અવધિજ્ઞાનનો વિષય : અવધિજ્ઞાનનું સામર્થ્ય ઉપર ઉપરના દેવામાં વધારે છે. પહેલા અને બીજા સ્વર્ગના દેવોને નીચેના ભાગમાં રત્નપ્રભા સુધી, તીરછી ભાગમાં
અસંખ્યાત લાખ જન સુધી અને ઊંચા ભાગમાં પિતપિતાના વિમાન સુધી જાણવાનું સામર્થ્ય હોય છે. ત્રીજા અને ચેથા સ્વર્ગના દેવેને નીચેના ભાગમાં શર્કરા પ્રભા સુધી, તીરછી ભાગમાં અસંખ્યાત લાખ જન સુધી અને ઉર્ધ્વ ભાગમાં પિતપોતાના ભવન સુધી જોવાનું સામર્થ્ય છે. એ રીતે વધતાં વધતાં અનુત્તર વિમાનવાસી દેવો સંપૂર્ણ લોકનાલીને જોઈ શકે છે.
૬. ગમનક્રિયાની શક્તિ અને પ્રવૃત્તિ ઉપર ઉપરના દેવોમાં એાછાં હોય છે. કેમકે ઉપર ઉપરને દેવામાં ઉત્તરોત્તર મહાનુભાવતા અને ઉદાસીનતા અધિક હેવાથી દેશાંતર વિષયક ક્રીડા કરવાની રતિ ઓછી થતી જાય છે. શક્તિ ગમે તેટલી હોય તે પણ કોઈ દેવ નીચેના ભાગમાં ત્રીજા નરકથી આગળ ગયો નથી અને જશે નહિ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org