________________
શ્રીભગવતી-સાર સંખ્યાત વર્ષવાળામાંથી આવે તો, રત્નપ્રભા સમાન જાણવું; પણ લેસ્યા ચાર કહેવી, અધ્યવસાય પ્રશસ્ત કહેવા. 1. ૨. મનુષ્યોથી આવે તો સંજ્ઞીમાંથી આવે, સંખ્યાત તથા અસંખ્યાત વર્ષ આયુષવાળામાંથી આવે; અસંખ્યાતવર્ષવાળાના શરીરની ઊંચાઈ ઓછામાં ઓછી કાંઈક અધિક પાંચસે ધનુષ અને વધારેમાં વધારે ત્રણ ગાઉ કહેવી. બાકી તિર્યચનિકની પેઠે કહેવું. પણ પોતે જઘન્ય સ્થિતિવાળે હોય તો શરીરની ઊંચાઈ કાંઈક અધિક પાંચસો ધનુષ કહેવી. અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય તે ત્રણ ગાઉની કહેવી.
સંખ્યાતવર્ષવાળા પર્યાપ્તમાંથી જ આવે. તેમનું રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર મનુષ્યો જેવું કહેવું.
૨. નાગકુમાર તિર્યો અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તિચેની બાબતમાં અસુરકુમાર જેવું કહેવું; સંસી પચૅષિ સંખ્યાત તેમ જ અસંખ્યાત વર્ષના આયુષવાળાં કહેવાં. સંખ્યાત વર્ષવાળાં પર્યાપમાંથી જ આવે. મનુષ્યમાં સંજ્ઞીઓમાંથી આવે. બીજું અસુરકુમારની પેઠે કહેવું. અસંખ્યાત વર્ષવાળા સંજ્ઞી મનુષ્યની ઊંચાઈ કાંઈક અધિક પાંચસો ધનુષથી ત્રણ ગાઉ સુધીની કહેવી. સંખ્યાતવર્ષવાળા પર્યાપ્તમાંથી જ આવે. એમ સ્વનિતકુમાર સુધી કહેવું.
૩. એકે ક્રિયાદિ તિર્યચ પૃથ્વીકાયિક - તિર્યચ, મનુષ્ય અને દેથી આવીને ઉત્પન્ન થાય છે.
૧. જે તિર્યંચમાંથી આવે, તો એ દિયથી માંડીને પચેંદ્રિય તિર્યંચમાંથી આવે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org