________________
દવા વગેરે ક્યાંથી આવીને ઉપજ થાય? ૧૯૭
મોટી ઋદ્ધિવાળા દેવ હજારરૂપ ધારણ કરી હજાર ભાષા બેલવા સમર્થ છે.
–શતક ૧૪, ઉદ્દે ૯
દેવ મરીને કયાં જાય? ગૌ૦–હે ભગવન ! મહાદ્ધિવાળો દેવ મરણ પામીને તુરત જ બે શરીરને જ ધારણ કરનારા નાગમાં (એટલે કે જેઓ નાગનું શરીર છોડીને મનુષ્ય શરીર પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કરશે તેઓમાં) ઉત્પન્ન થાય ?
મહ–હા ગૌતમ! ત્યાં તે નાગના જન્મમાં અર્ચિત, વંદિત, પૂજિત, દિવ્ય, પ્રધાન, સત્ય, તથા સત્યાવપાતરૂપ (જેની સેવા સફલ છે તે), થઈને તે સંસારને અંત કરે, અને પાસે રહેલા પૂર્વ સંબંધી દેવોએ જેનું પ્રતિહારકર્મ કર્યું છે, તેવો થાય. ત્યાંથી મરણ પામીને તે સિદ્ધ થાય, અને મુક્ત થાય. એ પ્રમાણે બે શરીરવાળા મણિમાં અને બે શરીરવાળાં વૃક્ષમાં પણ જાણવું. પણ જે વૃક્ષમાં ઉત્પન્ન થાય, તે વૃક્ષ સમીપમાં રહેલા દેવ વડે કૃતપ્રાતિહાર્ય ( રક્ષણાદિ કાર્ય )વાળું થાય, તથા તેની આસપાસ છાણુ વગેરે વડે લીંપેલ અને ખડી વગેરે વડે ઘોળેલ ચોતરે હોય.
– શતક ૧૨, ઉદ્દે ૮
દેવે વગેરે કયાંથી આવીને ઉત્પન્ન થાય?
૧. નરયિકે પ્ર—નૈરયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org