________________
૫: પરચૂરણ
આશીવિષે વિવરણઃ આશી એટલે દાઢ, તેમાં જેએને વિષ હોય તે પ્રાણીઓ આશીવિષ કહેવાય છે. તેમના બે પ્રકાર છે: જાતિ (એટલે કે જન્મથી) આશીવિષ, અને કર્મશીવિષ. સાપ વીંછી વગેરે જાતિઆશીવિષ છે; અને કર્મ એટલે શાપાદિકથી બીજાને ઉપઘાત કરનારા કમશીવિષ છે. પર્યાપ્ત પંચૅકિય તિર્યંચ અને મનુષ્યને તપશ્ચર્યા આદિકથી અથવા બીજા કોઈ કારણથી આશીવિષલબ્ધિ ઉત્પન્ન થાય છે, અને તેથી તેઓ શાપાદિકથી બીજાને નાશ કરવાની શક્તિવાળા હોય છે. તેઓ આશીવિષલબ્ધિના સ્વભાવથી સહસ્ત્રાર દેવક સુધીના દેવામાં ઉત્પન્ન થાય છે. અને પૂર્વે તેમણે આશીવિષ ભાવને અનુભવ કરેલો હોવાથી અપર્યાપ્ત અવસ્થામાં તે દેવો કર્ભાશીવિષલધિવાળા હોય છે.
ગૌ–હે ભગવન ! આશીવિષો કેટલા પ્રકારના છે ?
મ0 –હે ગૌતમ ! આશીવિષે બે પ્રકારના છે? જાતિઆશીવિષ અને કમશીવિષ. તેમાં જાતિઆશીવિષે ચાર પ્રકારના કહ્યા છે: ૧. વૃશ્ચિકજાતિઆશીવિષ, ૨. મંડૂકજાતિઆશીવિષ, ૩. ઉરગજાતિઆશીવિષ, અને ક. મનુષ્યજાતિઆશીવિષ.
તેમાં વૃશ્ચિક જાતિઆશીવિષનું વિષ અર્ધભરતક્ષેત્ર પ્રમાણ શરીરને વિષ વડે વિદલિત કરવા સમર્થ છે. પણ તે તેનું માત્ર સામર્થ્ય છે; કદી તેઓએ તેમ કર્યું નથી, કરતા નથી,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org