SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ઓષધિ એક પ્રદેશના વિસ્તારવાળી છે. તે તૂટી ગયેલી મોતીની માળાને આકારે છે. એન્ટ્રી પ્રમાણે ચારે દિશા ગણવી, અને આગ્નેયી પ્રમાણે વિદિશાઓ જાણવી. . | વિમલા દિશાની આદિમાં ચાર પ્રદેશ છે. તે બે પ્રદેશના વિસ્તારવાળી છે. ઉત્તરોત્તર વૃદ્ધિ રહિત છે. બાકી બધું આગ્નેયી પ્રમાણે જાણવું, પણ તેને આકાર રુચક જેવો જાણો. એ પ્રમાણે તમાદિશા પણ જાણવી. – શતક ૧૩, ઉદ્દે ૪ ૩: એષધિ ગૌ––હે ભગવન એદન, કુભાષ અને મદિરા એ ત્રણે દ્રવ્ય કયા જીવના શરીરે કહેવાય? ભ૦–હે ગૌતમ! તે ત્રણેમાં જે ઘન (કઠણ) પદાર્થ છે, તે તેમના જૂના આકારની અપેક્ષાએ વનસ્પતિજીવનાં શરીરો છે. અને જ્યારે તે ખાણિયા વગેરે શાથી કુટાય છે, નવા આકારનાં ધારક થાય છે, અને અગ્નિથી તેમના વર્ષો (રંગે) બદલાય છે, અગ્નિથી પોતાના પૂર્વ સ્વભાવને છોડનારાં થાય છે, અને અગ્નિથી નવા આકારનાં ધારક થાય છે, ત્યારે તે દ્રવ્યો અગ્નિનાં શરીરે કહેવાય છે. વળી સુરા (મદિરા) માં જે પ્રવાહી પદાર્થ છે, તે તેના જૂના આકારની અપેક્ષાએ પાણીના જીવનાં શરીર છે; અને જ્યારે તે પ્રવાહી ભાગ શસ્ત્રથી કુટાય છે . . . તથા અગ્નિથી જુદા રંગને ધારણ કરે છે, ત્યારે તે ભાગ અગ્નિકાયનાં શરીર છે એમ કહેવાય છે. : Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy