________________
ભગવતી-સાર છવો જાણવા; અને એન્ટ્રીની પિડે અજીવ જાણવા. એ પ્રમાણે તમા (અધો) દિશા માટે પણ જાણવું; પરંતુ તેમાં અરૂપી છ છ પ્રકારના જ કહેવા; કારણ કે ત્યાં અદ્ધાસમય (કાલ) નથી.'
' – શતક ૧૦, ઉદ્દે ૧ હે ગૌતમ! જ બુદ્વીપમાં મેરુ પર્વતના બરાબર મધ્ય ' ભાગને વિષે આ રત્નપ્રભા પૃથ્વીના ઉપર અને નીચેના મુદ્ર (સર્વ કસ્તાં લઘુ) એવા બે પ્રસરે છે. તેને વિષે તિર્યંગલોકના મધ્યભાગરૂપ આઠ પ્રદેશને રુચક કહે છે; ત્યાંથી
આ દશ દિશાઓ નીકળે છે. - તેમાં એન્ટ્રી દિશાની આદિમાં રૂચક છે. તેની આદિમાં બે પ્રદેશ છે. એ પ્રદેશની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. લોકની અપેક્ષાએ તે અસંખ્યાત પ્રદેશવાળી છે, અને અલેકની અપેક્ષાએ અનંત પ્રદેશાત્મક છે. લોકની અપેક્ષાએ આદિ અને અંત સહિત છે અને અલોકની અપેક્ષાએ સાદિ અને અનંત છે. લોકની અપેક્ષાએ તે મૃદંગને આકારે છે અને અલોકની અપેક્ષાએ ગાડાની ઊધને આકારે કહેલી છે.
આગ્નેયી દિશા પણ એ પ્રમાણે જાણવી. પરંતુ તેની આદિમાં એક પ્રદેશ છે. તે ઉત્તરોત્તર વૃદ્ધિ રહિત છે,
૧. સમયનો વ્યવહાર સૂર્યના પ્રકાશ ઉપર અવલંબિત છે. તે પ્રકાશ માં વિષે નથી, માટે ત્યાં અદાસમય (કાલ) નથી. વિમલાને વિષે પણ ગતિમાન સૂર્યને પ્રકાશ નથી; તે પણું મેરુપર્વતના સ્ફટિક કોડને વિષે ગતિમાન સૂર્યના પ્રકાશન સંક્રમ થાય છે. - ટીકા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org