________________
ખગેળ ગૌ –હે ભગવન ! શાથી ચંદ્રને “સસી” – શ્રી – એ પ્રમાણે કહે છે ?
ભ૦–હે ગૌતમ ! જ્યોતિષ્કના ઈદ્ર અને જ્યોતિષ્કના રાજા ચંદ્રના મૃગાંક વિમાનમાં મનોહર દે, મનહર દેવીઓ, મનોહર આસન, શયન, સ્તંભ તથા સુંદર પાત્ર વગેરે ઉપકરણ છે; તથા ચંદ્ર પોતે પણ સૌમ્ય, કાંત, સુભગ, પ્રિયદર્શન, અને સુરૂપ છે. તે માટે ચંદ્ર “સસી – શ્રી – શાભાસહિત કહેવાય છે.
ગૌત્ર –હે ભગવન! શા હેતુથી સૂર્યને આદિત્ય (આદિમાં થયેલો) એમ કહેવાય છે?
મહ–હે ગૌતમ! સમય, આવલિકાઓથી માંડીને ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓનો આદિભૂત – કારણ – સૂર્ય છે, માટે આદિત્ય આદિમાં થનાર કહેવાય છે. [અર્થાત કાલના સમય, આવલિકા, આદિ ભેદો સૂર્યની અપેક્ષાએ થાય છે, માટે સૂર્ય અહેરાત્રાદિ કાલને આદિભૂત હોવાથી આદિત્ય કહેવાય છે.]
– શતક ૧૨, ઉદેવ ૬ ૪. અજવાળું-અંધારું ગૌ–હે ભગવન! દિવસે અજવાળું અને રાત્રીએ અંધારું શાથી હોય છે?
મહ–હે ગૌતમ! દિવસે સારાં પુદ્ગલે હોય છે અને સારે પુગલપરિણામ હોય છે. તથા રાત્રિમાં અશુભ પુદગલો હોય છે અને અશુભ પુદ્ગલ–પરિણામ હોય છે. તેથી તેમ થાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org