________________
શ્રી ભગવતીસાર ત્યારે મનુષ્યલોકમાં મનુષ્ય કહે છે કે, “રાહુએ ચંદ્રને વો.” એ પ્રમાણે જ્યારે રાહુ ચંદ્રના પ્રકાશને ચારે દિશાએ આવરીને રહે, ત્યારે મનુષ્ય કહે છે કે, “રાહુએ ચંદ્રને પ્રો.” - ગૌ –હે ભગવન ! રાહુ કેટલા પ્રકારના કહ્યા છે?
મહ–હે ગૌતમ ! રાહુ બે પ્રકારના કહ્યા છે : ધ્રુવરાહુ (નિત્યરાહુ) અને પર્વરાહુ. તેમાં જે થુવરાહુ છે, તે કૃષ્ણપક્ષના પડવાથી માંડીને (પ્રતિદિવસ) પિતાના પંદરમા ભાગ વડે ચંદ્રબિંબના પંદરમા ભાગને ઢાંકતો રહે છે : પડવાને દિવસે પ્રથમ ભાગને ઢાંકે છે, બીજને દિવસે બીજા ભાગને ......એમ અમાવાસ્યાને દિવસે ચંદ્રના પંદરમે ભાગને ઢાંકે છે, અને કૃષ્ણપક્ષને છેલ્લે સમયે ચંદ્ર સર્વથા આચ્છાદિત થાય છે. પછી શુકલપક્ષના પડવાથી માંડીને દરરોજ રાહુ ચંદ્રની લેમ્યાના પંદરમા ભાગને વધુ ને વધુ દેખાડતો જાય છે, અને શુક્લ પક્ષને છેવટને સમયે ચંદ્ર રાહુથી સર્વથા મુક્ત હોય છે. પર્વરાહુ તો ઓછામાં ઓછા છ માસે ચંદ્રને કે સૂર્યને ઢાંકે છે; અને વધારેમાં વધારે કર માસે ચંદ્રને અને વધારેમાં વધારે અડતાલીસ વર્ષે સૂર્યને ઢાંકે છે.૧
૧. ટીકામાંથી : શંકા – ચંદ્રનું વિમાન તો પ-૬ ભાગ ઓછું એવું એક જન છે; જ્યારે રાહુનું વિમાન ગ્રહવિમાન હોવાથી, અર્ધ યોજન છે. તો પછી પોતાનાથી મોટા એવા ચંદ્ર વિમાનને રાહુનું વિમાન આખું શી રીતે ઢાંકે ? સમાચ–ગ્રહવિમાનનું મા૫ અર્ધો યોજન જણાવ્યું છે, તે તે સામાન્યતઃ જણાવ્યું છે. એટલે રાહુનું વિમાન મોટું પણ હોઈ શકે. બીજા એમ પણ કહે છે કે, રાહુનું વિમાન તો નાનું જ છે, પણ એનાં અંધારાં કિરણેનું જાળ મેટું હોય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org