________________
ખળ મહ–હે ગૌતમ! એ લોકે જે કહે છે, તે અસત્ય કહે છે. હું તે આ પ્રમાણે કહું છું : રાહુ મહા ઋદ્ધિવાળો, મહા સુખવાળે, ઉત્તમ વસ્ત્રો, ઉત્તમ માલા, ઉત્તમ સુગંધ અને ઉત્તમ આભૂષણ ધારણ કરનાર દેવ છે. તે રાહુ દેવનાં નવ નામે કહ્યાં છે : શૃંગાટક, જટિલક, ક્ષત્રક, ખર, દદ્ર, મકર, ભસ્ય, કચ્છપ અને કૃષ્ણસર્ષ. તે રાહુદેવનાં વિમાન પાંચ વર્ણવાળાં છે : કાળાં, લીલાં, લાલ, પીળાં અને શુકલ. તેમાં રાહુનું જે કાળું વિમાન છે, તે કાજળના જેવા વર્ણવાળું છે. જે લીલું વિમાન છે, તે કાચા તુંબડાના વર્ણ જેવું છે. જે લાલ વર્ણનું વિમાન છે, તે મજીઠના વર્ણ જેવું છે. જે પીળું વિમાન છે, તે હળદરના વર્ણ જેવું છે. અને જે ધેલું વિમાન છે, તે રાળના ઢગલાના વર્ણ જેવું છે. જ્યારે આવતો કે જતો, વિવિધરૂપ ધારણ કરતો કે કામક્રીડા કરતો રાહુ પૂર્વમાં રહેલા ચંદ્રના પ્રકાશને આવરીને પશ્ચિમ તરફ જાય, ત્યારે ચંદ્ર પૂર્વમાં દેખાય છે અને રાહુ પશ્ચિમમાં દેખાય છે. એ પ્રમાણે અન્ય દિશાઓનું પણ જાણવું.
પરંતુ જ્યારે આવતો કે જતો, વિવિધ રૂપ ધારણ કરતો કે કામક્રીડા કરતો રાહુ ચંદ્રની સ્નાનું આવરણ કરતો કરતો સ્થિતિ કરે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે, “રાહુ ચંદ્રને ગ્રસે છે.' એ પ્રમાણે જ્યારે રાહુ આવતો કે જતો, ચંદ્રના પ્રકાશને આવરીને પાસે થઈને નીકળી જાય, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્ય કહે છે કે, “ચંદ્ર રાહુની કુક્ષિ ભેદી,” અર્થાત રાહુની કુક્ષિમાં પ્રવેશ કર્યો. એ પ્રમાણે જ્યારે રાહુ ચંદ્રની લેશ્યાને ઢાંકીને પાછા વળે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org