________________
મા ભગાભ્યાર તેઓ એક વાર એકઠા બેસી વાત કરતા હતા. તે વખતે તેમને થયું કે, શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) પાંચ અસ્તિકાયો ઉપદેશે છે. તેમાં ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસિતકાય અને પુલાસ્તિકાય એ અછવકાય છે; અને જીવાસ્તિકાય એ છવકાય છે. વળી ધર્મ અધર્મ, આકાશ અને જીવ એ ચાર અસ્તિકા અરૂપી છે, અને પુદ્ગલાસ્તિકાય રૂપી છે. આ બધું કેમ માની શકાય ?
તે અરસામાં જ ભગવાન મહાવીર ફરતા ફરતા રાજગૃહમાં આવી પહોંચ્યા અને ગુણશિલ ચૈત્યમાં ઊતર્યા. એક વખત મહાવીરના મેટા શિષ્ય ગૌતમ ગોત્રી ઇંદ્રભૂતિ રાજગૃહમાં ભિક્ષા માગી પાછા ફરતા હતા, ત્યારે પેલા અન્યતીથિકાએ તેમને બેલાવીને પોતાનો અભિપ્રાય તેમની આગળ વ્યક્ત કર્યો. ત્યારે ગૌતમે તેમને કહ્યું, “હે દેવાનુપ્રિયો ! અમે વિદ્યમાન વસ્તુને અવિદ્યમાન નથી કહેતા અને અવિવમાનને વિદ્યમાન નથી કહેતા. અમે તો અસ્તિભાવને જ અસ્તિ કહીએ છીએ અને નાસ્તિભાવને નાસ્તિ કહીએ છીએ. માટે હે દેવાનુપ્રિયો ! જ્ઞાન વડે તમે સ્વયમેવ એ અર્થને વિચાર કરો'. આમ કહી ગૌતમ ચાલ્યા ગયા.
ત્યાર પછી એક વખત મહાવીર ભગવાન ઘણાં ભાણસોને ધર્મકથા સંભળાવતા હતા, ત્યારે કાદાયી ત્યાં આવ્યું. તેને આ જાણી ભગવાને તેને પૂર્વે બીજાઓ સાથે મળીને અસ્તિકાયના સિદ્ધાંત વિષે તેણે કરેલો વિચાર કહી સંભળાવ્યો અને તેને પૂછયું કે, એ વાત યથાર્થ છે કે,
૧. જુઓ ખંડ ત્રીજે, વિભાગ ૫.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org