________________
૧૯
શ્રીભગવતાન્સાર અને પુગલો પાણીપણે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, એ - છે અને ઉપચય પામે છે. તદુપરાંત તે ઝરણામાંથી હંમેશા ફિનુંનું પાણી ઝર્યા કરે છે. એ “મહાતપતીર પ્રભવ” નામના ઝરણાને અર્થ છે.૧
–શતક ૨, ૩, ૫
મિથ્યાષ્ટિનું વિપરીત જ્ઞાન ગૌ હે ભગવન ! રાજગૃહનગરમાં રહેલો મિથ્યાદષ્ટિ ( અન્ય મતવાળા ) ભાવિતાભા સાધુ વીર્યાલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી અને વિર્ભાગજ્ઞાનલબ્ધિથી વારાણસી નગરીનું વિફર્વણ કરીને તગત રૂપને જાણે જુએ?
મ–હા ગૌતમ !
ગૌ –હે ભગવન ! શું તે જેવું છે તેવું જાણે અને જુએ, કે વિપરીત રીતે જાણે અને જુએ?
મહ–હે ગૌતમ ! તે વિપરીત રીતે જાણે અને જુએ. કારણ કે તેના મનમાં તો એમ થાય છે કે વારાણસીમાં રહેલે હું રાજગૃહ નગરીની વિદુર્વણું કરીને તત રૂપને જાણું છું અને જોઉં છું. એવું તેનું દર્શન વિપરીત હોય છે. વળી તેને એ ખ્યાલ નથી હોતો કે આ જે દેખાય છે તે
૧. મહા–તપ = મેટો તાપ; તેની પાસે જેની પેદાશ છે તે. મહાવીરે વિશેષ શું કહ્યું, તથા પ્રત્યક્ષવસ્તુમાં કેવળજ્ઞાની કે સામાન્યજ્ઞાનીના વર્ણનમાં શો ફેર પડે, તે ઉપરના દાખલાથી તે સમજાતું નથી. કદાચ પછીના દાખલામાં તેને કાંઈક ખુલાસે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org