________________
શ્રીભગવતી-સાર મ–હે ગૌતમ ! એ લોકોનું એ બધું કહેવું ખોટું છે. હું તો એમ કહું છું કે, તે દેવ બીજા દેવો સાથે તથા બીજા દેવની દેવીએ સાથે તેઓને વશ કરીને વિષયસેવન કરે છે, અને પિતાની દેવીઓને વશ કરીને તેઓની સાથે પણ વિષયસેવન કરે છે. પણ પોતે પોતાનાં બે રૂપ બનાવીને વિષયસેવન કરતો નથી. એક જીવ એક સમયે એક જ વેદ અનુભવે છે. બે કદી નહિ.
- શતક ર, ઉદેવ પ
કર્મ પ્રમાણે જ વેદના ન અનુભવે
ગૌ–હે ભગવન ! અન્યતીથિકે એમ કહે છે કે, સર્વ ભૂતપ્રાણ જે પ્રમાણે કર્મ બાંધ્યું હોય તે પ્રમાણે જ વેદના અનુભવે છે. તે એમ શાથી છે ?
ભ૦ હે ગૌતમ ! તેમનું તે કહેવું ખોટું છે. હું તે એમ કહું છું કે, કેટલાક જીવો કર્મ પ્રમાણે વેદનાને અનુભવે છે, જ્યારે કેટલાક તેથી જુદી વેદના અનુભવે છે.
ગૌ –હે ભગવન ! એ કેવી રીતે ?
મહ–હે ગૌતમ! જેઓ કર્મ અનુસાર વેદના અનુભવે છે, તેઓ કર્મ અનુસાર વેદના અનુભવે છે; અને જેઓ તેથી જુદી અનુભવે છે, તેઓ તેથી જુદી અનુભવે છે.'
–શતક ૫, ઉદે. ૫ ૧. મહાવીરને જવાબ શો નવો ખુલાસે નથી આપતે. ટીકાકાર ઉમેરે છે કે : કર્મની સ્થિતિ, રસ વગેરેમાં પુરુષપ્રયત્નથી ફેરફાર કરી શકાય છે. તેથી કેટલાક કર્મ પ્રમાણે જ વેદના નથી અનુભવતા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org