________________
૧
કિયા અને અધ અલબત્ત તે વેદરહિત જીવ પૂર્વે સ્ત્રી, પુરુષ કે નપુંસક હોય.
પ્ર – હે ભગવન ! સાંપરાયિક કમ કોણ કોણ બાંધે?
ઉ– હે ગૌતમ! નરયિક (નારક) પણ બાંધે, તિર્યંચ પણ બાંધે, તિર્યંચ સ્ત્રી પણ બાંધે, મનુષ્ય પણ બાંધે, મનુષ્ય સ્ત્રી પણ બાંધે, દેવ પણ બાંધે, દેવી પણ બાંધે, વેદયુક્ત પણ બાંધે અને વેદરહિત પણ બાંધે.
શતક ૮, ઉદ્દે ૮
તે કાળની વાત છે. એક વખત શ્રમણ ભગવાન મહાવીર ઘણું શિખ્યાદિ પરિવાર સાથે રાજગૃહ નગરમાં ગુણુશિલક ચૈત્ય આગળ ઊતર્યા હતા. ત્યાંથી થોડે દૂર કેટલાક અન્યતીથિકા રહેતા હતા. તેઓએ એક વખત ભગવાન મહાવીરના સ્થવિર પાસે આવીને કહ્યું કે, “હે આર્યો ! તમે અસંયમી છે, અવિરત છે, પાપી છે, અને અત્યંત બાલ – અજ્ઞ છે !'
ત્યારે તે સ્થવિર ભગવતિએ તેમને પૂછ્યું, “હે આર્યો! અમે ક્યા કારણથી અસંયમી વગેરે છીએ ?'
ત્યારે તે અન્યતીર્થિકોએ તેમને કહ્યું કે, “હે આર્યો ! તમે આવ-જા કર્યા કરે છો; અને આવ-જા કરતી વખતે અવશ્ય પૃથ્વી જીવોને દબાવો છો, હણે છે, પાદાભિઘાત કરે છે, સંધર્ષિત કરો છે, સંહત કરે છે, પશિત કરે છો, પરિતાપિત કરે છે, ક્લત કરે છે, અને તેઓને મારે
૧. અન્યના તીર્થ – સંપ્રદાયને– અનુસરનારા. ૨. વૃદ્ધ કે-વડીલ સાધુઓ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org