________________
શ્રીભગવતી-સાર શશી-ચંદ્રપ્રભ, પુષ્પદંત-સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાન.૧
ગ –હે ભગવન! એ એવીશ તીર્થકરનાં ર૩ જિનાંતમાં ક્યા જિનના અંતરમાં કાલિકર શ્રતને વિચ્છેદ કહ્યો છે?
ભ૦–હે ગૌતમ ! એ ૨૩ જિનાંતરમાં પહેલાં અને છેલ્લાં આઠ આઠ જિનાંતરમાં કાલિકશ્રતને અવિચ્છેદ કહ્યો છે, અને વચલાં સાત જિનાંતરેમાં કાલિકશ્રુતનો વિચ્છેદ કહ્યો છે. દષ્ટિવાદને વિચ્છેદ તો બધાંય જિનાંતરોમાં કહ્યો છે.
ગૌ– હે ભગવન્! જંબુદીપ નામે દીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું પૂર્વગત મુત કેટલા કાળ સુધી રહેશે ?
મ –હે ગૌતમ ! એક હજાર વર્ષ સુધી રહેશે.
ગો –હે ભગવન્ ! બાકી બધા તીર્થકરેનું પૂર્વગત બુત કેટલા કાળ સુધી રહ્યું હતું ?
મહે ગૌતમ ! કેટલાક તીર્થકરોનું સંખ્યાતા કાળ સુધી અને કેટલાકનું અસંખ્યાત કાળ સુધી.
૧. તેમનાં જન્મસ્થાનાદિ માટે જુઓ આ માળાનું યેગશાસ્ત્ર’ પુસ્તક પા. ૧૭.
૨. જેનાં અધ્યયનાદિ કાળે -- દિવસ અને રાત્રીના પહેલા તથા છેલ્લા પ્રહરે જ થઈ શકે, તે આચારાંગાદિ કાલિક શ્રુત કહેવાય છે; અને જેનાં અધ્યાયનાદિ બધા કળે થઈ શકે તે દશવૈકાલિદાદિ કાલિક શ્રુત કહેવાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org