________________
શ્રીભગવતીસાર બલિંપિંડને તેઓ એક સાથે બહાર ફેંકે, તો પણ હે ગૌતમ! તેમને એક દેવ તે ચારે પિંડને પૃથ્વી ઉપર પડ્યા પહેલાં શીધ્ર ગ્રહણ કરવા સમર્થ છે. હે ગૌતમ ! એવી ગતિવાળા તે દેવોમાંથી એક દેવ ત્વરિત ગતિ વડે પૂર્વ દિશા તરફ જાય, એક દક્ષિણ તરફ જાય, એક પશ્ચિમ તરફ, એક ઉત્તર તરક, એક ઊર્ધ્વદિશામાં અને એક અદિશામાં જાય. હવે તે જ વખતે હજાર વર્ષના આયુષવાળે એક બાળક ઉત્પન્ન થાય. ત્યાર પછી તે બાળકનાં માતાપિતા મરણ પામે, પણ તે દેવ લોકના અંતને ન પામી શકે. ત્યાર પછી તે બાળકનું આયુષ્ય પૂરું થાય, તો પણ તે દેવે લોકોના અંતને ન પામી શકે. પછી તે બાળકનાં અસ્થિ અને મજા પણ નાશ પામે; છતાં તે દે લોકાંતને પામી શકે નહિ. પછી તે બાળકની સાત પેઢી સુધીના કુલવંશ નષ્ટ થાય, તે પણ તે દેવે લોકાંતને પ્રાપ્ત કરી શકે નહીં. પછી તે બાળકનું નામગાત્ર પણ નષ્ટ થઈ જાય, છતાં તે દેવો લોકને અંતને પામે નહિ; ત્યારે પણ તે દેવોએ નહિ એળગેલો માર્ગ એળગેલા માર્ગ કરતાં અસંખ્યાતમા ભાગ જેટલો બાકી રહ્યો હોય. હે ગૌતમ!. લોક એટલો મોટો કહ્યો છે.
ગૌ૦–હે ભગવન ! અલેક કેટલો માટે કહ્યો છે ?
મ–હે ગૌતમ ! આ મનુષ્યક્ષેત્ર લંબાઈ અને પહોળાઈમાં ૪૫ લાખ યોજન છે. [પછીની ઉપમા ઉપર પ્રમાણે જાણવી. પરંતુ દેવો દશ ગણવા, દિકુકમારીઓ અને બલિપિંડ આઠ આઠ ગણવાં, અને તે દેવો મનુષ્યલોકની ચારે બાજુ ઊભા હોય, તથા દિકકુમારીઓ માનુષોત્તર પર્વતની ચારે દિશા– અને ચારે વિદિશામાં બાહ્યાભિમુખ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org