________________
૫૪૮
શ્રીભગવતી-સાર મિત્ર નારકની પાસે એમને દુઃખમુક્ત કરવાના ઉદ્દેશથી જાય છે. એ રીતે જનારા પણ ફક્ત ત્રણ ભૂમિએ સુધી જઈ શકે છે. આગળ નહીં; પરમઅધાર્મિક નામના નરકપાલ દેવ જન્મથી જ પહેલી ત્રણ ભૂમિમાં હોય છે; બીજા દે ફક્ત પહેલી ભૂમિમાં જ હોય છે.
મધ્યમલોકની આકૃતિ ઝાલર જેવી છે. મધ્યભાકમાં ૫ અને સમુદ્ર અસંખ્યાત છે. તે, ક્રમથી દીપની પછી સમુદ્ર અને સમુદ્રની પછી દીપ એ રીતે ગોઠવાયેલા છે. જંબુદ્વીપ થાળી જેવો ગોળ છે, અને બીજા બધા પ– સમુદ્રની આકૃતિ વલયના જેવી એટલે કે ચૂડીના જેવી છે.
સૌથી પ્રથમ બુદ્દીપ બધાની વચમાં છે. તેને પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ વિસ્તાર લાખલાખ એજનનો છે. તેને વીંટનાર લવણસમુદ્રને વિસ્તાર એનાથી બમણું છે. ધાતકીખંડ લવણસમુદ્રને વીંટીને આવેલો છે, અને તેનો વિસ્તાર તેથી બમણ છે. ધાતકીખંડને વીંટનાર કાલોદધિનો વિસ્તાર તેનાથી બમણું છે, તેને વીંટનાર પુષ્કરવારદ્વીપને કાલેદધિથી બમણો છે, અને પુષ્કરદધિને તેનાથી બમણો છે. આ જ ક્રમ છેવટના દ્વીપ સ્વયંભૂરમણ અને છેવટના સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણો.
જંબુદ્દીપની મધ્યમાં મેરુ પર્વત છે. તથા તેમાં સાત ક્ષેત્રો છે. તેમાં પહેલું ભરત છે; તે દક્ષિણ તરફ છે.
૧. મૂળમાં શતક ૯, ઉદ્દે માં, “જંબુદ્વીપ કેવો છે, અને યે સ્થળે રહેલો છે ? એ પ્રશ્નના જવાબમાં “અહી આખી જંબુદ્વપપ્રજ્ઞપ્તિ (૫-૧૫, ૧-૩૦૮,૧) કહેવી', એમ જણાવ્યું છે. એમ આખું પુસ્તક આ ગ્રંથમાં ઉતારવું નિરર્થક હોવાથી ઉતાર્યું નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org