________________
લેક
પગૌ–હે ભગવન્! એવડા મેટા આ લેકમાં એક કઈ પરમાણુ જેટલો પણ પ્રદેશ છે કે જ્યાં આ જીવ ઉત્પન્ન થયો ન હોય કે મરણ પામ્યો ન હોય?
મોહે ગૌતમ! એ અર્થ બરાબર નથી. જેમ કઈ એક પુરુષ સે બકરી માટે એક વાડે કરે; અને તેમાં વધારેમાં વધારે હજાર બકરી પૂરે; અને તે વાડામાં ઘણું પાણી અને ચરવાનું સ્થળ હોવાથી તે બકરીએ ત્યાં વધારેમાં વધારે છ માસ સુધી રહે; તો હે ગૌતમ ! તે વાડાને એ કેાઈ પરમાણુ જેટલો પ્રદેશ હોય કે જે તે બકરીઓની લીંડીઓથી, મૂત્રથી, રેમથી, શીંગડાથી, ખરીથી અને નખથી પૂર્વે સ્પર્શ ન કરાયેલે હોય? “ના, એવો ન હોય.” હે ગૌતમ ! તો પણ એમ માની શકાય ક. એ વાડામાં એકાદ પ્રદેશ એવો હોય કે જ્યાં તે બકરીની લીંડી વગેરેનો સ્પર્શ ન થયું હોય, પરંતુ આ લોક તે શાશ્વત હોવાથી, સંસાર અનાદિ હોવાથી, જીવ નિત્ય હોવાથી, તથા કર્મની અને જન્મમરણની બહુલતા હોવાથી એવો એક પણ પ્રદેશ નથી કે જ્યાં આ જીવ જમ્યો ન હોય કે મર્યો ન હોય.
– શતક ૧૨, ઉદ્દે 9
ગૌ૦–હે ભગવન્ ! લોકના પૂર્વ ચરમાંતમાં (પૂર્વ આજુના છેડાને અંતે) જીવો, જીવદેશે, જીવપ્રદેશો અજીવો કે તેમના દેશ પ્રદેશ છે?
મા–હે ગૌતમ! ત્યાં જેવો નથી. પણ છવદેશે અને જીવપ્રદેશ છે, (લોકને છેલ્લે ભાગ વિષમ એક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org