________________
પાક
શીભચવલી-સાર એકબત્રીસ છે. જેમકે જંબુદ્વીપમાં બે–એ; લવણસમુદ્રમાં ચાર–ચાર; ધાતકીખંડમાં બર–બાર; કાલોદધિમાં ૪૨-૪૨; અને પુષ્કરામાં ૭૨–૭૨. એક એક ચંદ્રને પરિવાર વીશ નક્ષત્ર, અાશી ગ્રહ, અને છાસઠ હજાર નવસો ને પંચોતેર કટોકટી તારાઓ છે.
મનુષ્યલોકમાં મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ ઇત્યાદિ રૂપે અનેક પ્રકારનો કાળવ્યવહાર થાય છે; તેની બહાર નહિ. મનુષ્યલોકની બહાર જે કાઈ કાળવ્યવહાર કરવાવાળું હોય અને એવો વ્યવહાર કરે, તો પણ તે મનુષ્યમાં પ્રસિદ્ધ વ્યવહાર પ્રમાણે જ કરી શકે. કેમકે વ્યાવહારિક કાળવિભાગને મુખ્ય આધાર નિયત ક્રિયા છે. આવી ક્રિયા સૂર્ય ચંદ્ર આદિ
તિષ્કની ગતિ જ છે. પરંતુ મનુષ્યલોકની બહારના સૂર્ય આદિ જ્યોતિકા સ્થિર છે. આ કારણથી તેમની સ્થિતિ અને પ્રકાશ એકરૂપે છે.
–શતક ૨, ઉદ્દે ૯
ગૌ– હે ભગવાન ! નરકમાં રહેલા નૈરયિક એમ જાણે કે, સમય, આવલિકા, ઉત્સર્પિણી, અને અવસર્પિણી ?
મ–ને ગૌતમ ! તે સમયાદિનું ભાન અહીં મનુષ્યલેકમાં જ છે. તેઓનું પ્રમાણ અહીં છે, અને તેઓને અહીં એ પ્રમાણે જણાય છે. પરંતુ નૈરયિકેને એ પ્રમાણે જણાતું નથી. તે જ પ્રમાણે મનુષ્યક્ષેત્રની અંદરના કેટલાક પંચૅકિય તિર્યંચે, ભવનપતિઓ, વ્યંતરો અને તિષ્કા પણ મનુષ્યલોકમાં છે, તો પણ તે કાળના અવ્યવહારી છે.
– શતક પ, ઉદ્દે ૯ ૧. સૂર્યાદિની ગતિને કારણે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org