________________
કાલ
(ગમન શીલ), જંતુ, પેનિ (ઉત્પાદક), સ્વયંભૂતિ, શરીરી, નાયક (કર્મ) અને અંતરાત્મા. આ તથા તેના જેવા બીજા અનેક શબ્દો છવાસ્તિકાયનાં અભિવચને છે.
– શતક ૨૦, ઉદ્દે ૨ ૨: કાલ
ગૌ૦–હે ભગવન ! આ સમયક્ષેત્ર શું કહેવાય ?
ભ૦ હે ગૌતમ ! આ જંબુદ્વીપ, તેની આસપાસ આવેલ લવણસમુદ્રક, ૧ તેની આસપાસ આવેલ ધાતકીખંડ દ્વીપ, તેની આસપાસ આવેલે કાલોદધિ, અને તેની આસપાસ આવેલા પુષ્કરદ્વીપને અર્ધોભાગ એમ અઢીદ્વીપ અને બે સમુદ્ર એ સમયક્ષેત્ર છે.
વિવરણઃ ઉપર જણાવેલે ભાગ મનુષ્યલોક પણ કહેવાય છે. સૂર્યની ગતિથી ઓળખાતા દિવસ અને માસાદિરૂપ કાળ મનુષ્યક્ષેત્રમાં જ છે, પણ આગળ નથી; કારણકે આગળ રહેનારા સૂર્યો ગતિવાળા નથી. મનુષ્યલોકમાં જે
તિષ્ક છે, તે સદા ભ્રમણ કરે છે. એમનું ભ્રમણ મેરુની ચારે બાજુ થાય છે. મનુષ્યલોકમાં કુલ સૂર્ય અને ચંદ્ર એકસોબત્રીસ
૧. જંબુદ્વીપ થાળી જેવો ગોળ છે. તેની આસપાસ લવણસમુદ્ર કડાની પેઠે ગોળ વીંટળાયેલો છે, તેની આસપાસ ધાતકીખંડ અને તેની આસપાસ કાલોદધિ પણ તે જ રીતે કડાની પેઠે ગોળ વીટળાયેલા છે. તેની આસપાસ પુષ્કરદ્વીપ પણ કડાની પેઠે ગોળ વીંટળાયેલો છે. તે પુષ્કરદ્વીપની જાડાઈના ગોળ ફરતા બે ભાગ કરતી વચ્ચેની લીટી જે માનુષ્યોત્તર પર્વત છે. તેની આ તરફ ભાગ તે અર્થે પુષ્કરદ્વીપ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org