________________
અસ્તિકાય
પર ગૌ–હે ભગવન ! આકાશાસ્તિકાયવડે છવાની અને અછવાની શી પ્રવૃત્તિ થાય ?
મહે ગૌતમ! આકાશાસ્તિકાય એ જીવ અને અછવદ્રવ્યના આશ્રયરૂપ છે. (જેમ એક ઓરડાનું આકાશ એક દીવાના પ્રકાશથી ભરાય, અને બીજા સહસ્ત્ર દીવાને પ્રકાશ પણ ત્યાં જ સમાય, તેમ પુદ્ગલના પરિણામની વિચિત્રતાને લીધે એક કે બે પરમાણુથી પૂર્ણ એક આકાશ પ્રદેશની અંદર સે પરમાણુ પણ માય અને હજાર કરોડ – કે અનંત સુધીનાં પરમાણુઓ પણ સમાય.
ગૌ હે ભગવન ! જીવાસ્તિકાયવડે જીવનું શું પ્રવર્તે?
મહ–હે ગૌતમ ! જીવાસ્તિકાય વડે જીવ અનંત આભિનિબાધિક જ્ઞાનના (મતિજ્ઞાનના) અને અનંત શ્રુતજ્ઞાનના પર્યાના – એમ કેવલજ્ઞાન અને દર્શનના અનંતપર્યાના – એમ તે તે જ્ઞાન અને દર્શનના ઉપયોગને પ્રાપ્ત થાય છે. કેમકે ઉપયોગ (બેધવ્યાપાર) એ જીવનું લક્ષણ છે.
ગૌ –હે ભગવન ! પુલાસ્તિકાય વડે શું પ્રવર્તે ?
ભ૦–હે ગૌતમ ! તેના વડે જીવોને ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, (અ) કામણ (શરીર), શ્રોવેન્દ્રિયથી માંડીને સ્પર્શનેન્દ્રિય સુધીની ઈદ્રિયે, મનેયેગ, વચનોગ, કાયયોગ અને શ્વાસોચ્છાસનું ગ્રહણ પ્રવર્તે છે. કેમકે ગ્રહણલક્ષણ પુદ્ગલાસ્તિકાય છે.
ગૌ–હે ભગવન્! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધર્માસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શાયેલું હોય ?
મહ–હે ગૌતમ ! ઓછામાં ઓછા ત્રણ, અને વધારેમાં વધારે છે. (કારણકે લોકાતે આવેલા ત્રિકોણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org