________________
પર૩
અસ્તિકાચ છે; અને એમના પ્રદેશ અસંખ્યાત છે. અર્થાત્ ઉક્ત બંને દ્રવ્ય એક એવા અખંડ સ્કંધરૂપ છે કે જેના અસંખ્યાત
અવિભાજ્ય અંશ ફક્ત બુદ્ધિથી કલ્પી શકાય છે, પણ વસ્તુભૂત સ્કંધથી અલગ કરી શકાતા નથી,
છવદ્રવ્ય વ્યક્તિરૂપે અનંત છે. પ્રત્યેક જીવ એક અખંડ વસ્તુ છે. તેને પણ અસંખ્યાત પ્રદેશ છે.
આકાશદ્રવ્ય બીજાં બધાં દ્રવ્યથી મેટ કંધ છે કેમકે તે અનંતપ્રદેશપરિમાણ છે.
પુગલદ્રવ્યના સ્કંધ નિયતરૂપ નથી હોતા; કોઈ સંખ્યાત પ્રદેશને, કોઈ અસંખ્યાત પ્રદેશને, કઈ અનંતપ્રદેશને તો કાઈ અનંતાનંત પ્રદેશનો પણ હોય છે પુદ્ગલના પ્રદેશ પિતાને સ્કંધથી જુદા પણ થઈ શકે છે.
ગૌ–હે ભગવન્! અસ્તિકાયો કેટલા છે?
મહ–હે ગૌતમ! પાંચ છે: ધમસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુગલાસ્તિકાય.
ગૌત્ર –હે ભગવન ! ધર્માસ્તિકાયમાં કેટલા રંગ, ગંધ, રસ અને સ્પર્શ છે ?
ભ૦–-હે ગૌતમ ! ધર્માસ્તિકાય અરૂપી છે, તેથી તેમાં રંગ, ગંધાદિ નથી. તે અરૂપી, અજીવ, અને શાશ્વત, અવસ્થિત લોકદ્રવ્ય છે. દ્રવ્યથી ધમસ્તિકાય એક દ્રવ્ય છે; ક્ષેત્રથી તે લોક જેવડો છે; કાળથી તે નિત્ય છે; ભાવથી તે રંગ ગંધાદિ વિનાને છે. ગુણથી તે ગતિગુણવાળે છે; એ પ્રમાણે અધર્માસ્તિકાય સ્થિતિગુણવાળો છે. આકાશસ્તિકાય તો લેકાલોક જેવડા છે, અને ગુણથી અન્ય વ્યોને અવકાશ. આપવારૂપ અવગાહનાગુણવાળે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org