________________
શ્રી ભાગવતી-સાર મનનો; તેનાથી અનેકગણો વચનનોં; અને તેનાથી અનંતગણું વૈક્રિય છે.૩
– શતક ૧૨, ઉદે. ૪
ગૌ૦–હે ભગવન ! પરમાણુ શાશ્વત છે કે અશાશ્વત?
મહ–હે ગૌતમ! દ્રવ્યાર્થરૂપે તે શાશ્વત છે, અને વણદિ પર્યાયવડે તે અશાશ્વત છે.
ગૌ૦–હે ભગવન!•પરમાણુ ચરમ છે કે અચરમ છે?
મહ–હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ ચરમ નથી; પણ અચરમ છે; ક્ષેત્રની અપેક્ષાએ કદાચિત ચરમ છે અને કદાચિત અચરમ છે. કાલની અપેક્ષાએ કદાચિત્ ચરમ છે, અને કદાચ અચરમ છે; તથા ભાવની અપેક્ષાએ કદાચિત ચરમ છે અને કદાચિત્ અચરમ છે.
– શતક ૧૪, ઉદે૪ [ વિવરણ: જે પરમાણુ વિવક્ષિત પરિણામથી રહિત થઈને પુનઃ તે પરિણામને પામશે નહીં, તે પરમાણુ તે પરિણામની અપેક્ષાએ ચરમ કહેવાય છે, અને જે પરમાણુ પુનઃ તે પ@િામ પામશે, તે અપેક્ષાએ તે અચરમ છે. દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ ચરમ નથી; કારણ કે સ્કંધ બનવા છતાં તે ફરી પરમાણુ બનશે; ક્ષેત્ર સામાન્યની દૃષ્ટિએ તો તે અચરમ છે, કારણ કે પરમાણુ ફરીથી ત્યાં આવશે,
૧. એકેદ્રિયદિ કાયમાં તેનું ગ્રહણ ન હોવાથી.
૨. મોદ્રવ્યથી ભાષાદ્રવ્ય અતિસ્થલ હેવાથી એક સાથે ડાં જ લેવાય છે તેથી.
૩. વૈક્રિય શરીર બહુ કાલે પ્રાપ્ત થતું હોવાથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org