________________
ક્રિયા અને બંધ
તે સમયની વાત છે. ભગવાન મહાવીર ફરતા ફરતા રાજગૃહમાં આવેલા હતા. ત્યાં ધર્મકથા પૂરી થયે બધા લોકો વેરાઈ ગયા બાદ, તેમના છઠ્ઠા ગણધર મંડિતપુત્ર તેમની પાસે આવી પૂછવા લાગ્યાઃ
૧. મહાવીરસ્વામીના ૧૧ પટ્ટશિષ્યો ગણધર કહેવાતા; કારણકે મહાવીર ભગવાને પોતાના વિસ્તૃત સાધુસમુદાયને જુદા જુદા ગણો–સમૂહ-માં વ્યવસ્થિત કરી, એક એક ગણધરના નિયંત્રણમાં મૂકયો હતો. તે અગિયારે શિષ્ય પ્રથમ યજ્ઞયાજક બ્રાહ્મણ હતા; તથા એક યજ્ઞ વખતે એકત્ર થયા હતા. તે દરેકને મનમાં એક એક સંશય હતો. તેનું નિરાકરણ મહાવીર ભગવાને કરવાથી તે બધા તેમના શિષ્ય થયા હતા. મંડિતપુત્રને બંધ અને મોક્ષ સંબંધી સંશય હતો. આવશ્યક નિયુક્તિ માં જણાવ્યા પ્રમાણે તે પ૩ મે વર્ષે સાધુ થયા હતા; અને મલયગિરિકૃતિ આવશ્યક ટીકામાં જણાવ્યા પ્રમાણે તે ૬૫ વર્ષે સાધુ થયા હતા. પહેલી ગણના પ્રમાણે તેમનું આયુષ્ય ૮૩ વર્ષનું થાય; અને બીજી પ્રમાણે ૯૫ વર્ષનું થાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org