________________
New
શ્રીભગવતી-સાર દિપ્રદેશિક રકંધ કદાચ એક વર્ણવાળો, કદાચ બે વર્ણવાળે, કદાચ એક ગંધવાળે, કદાચ બે ગંધવાળો, કદાચ એક રસવાળો, કદાચ બે રસવાળો, કદાચ બે સ્પર્શવાળે, કદાચ ત્રણ સ્પર્શવાળે અને કદાચ ચાર સ્પર્શવાળા પણ હોય. જ્યારે બંને પ્રદેશનો એક વર્ણરૂપે પરિણામ થાય છે, ત્યારે તેના કાળા વગેરે પાંચ વિકલ્પ થાય; જ્યારે બંને પ્રદેશોના ભિન્ન ભિન્ન વર્ણરૂપે પરિણામ થાય, ત્યારે તેના બ્રિકસંગથી (કાળરાત, કાળો–પીળા ઇત્યાદિ ) ૧૦ વિકલ્પ થાય. એ પ્રમાણે ગંધ, રસ અને સ્પર્શનું સમજવું.
ત્રિપ્રાદેશિક સ્કંધ એ પ્રમાણે એક વર્ણવાળો, બે વર્ણવાળો, અને કદાચ ત્રણ વર્ણવાળા હોય; એમ રસ સંબંધે પણ . . . ત્રણ સુધી ગણવું. બાકી બધું દિપ્રદેશિક સ્કંધ પ્રમાણે
એમ ચતુ પ્રાદેશિક સ્કંધ વિષે પણ જાણવું. પણ એકથી માંડીને ચાર વર્ણ વગેરે ગણવા.
એમ પંચપ્રદેશિક સ્કંધ વિષે પણ સમજવું, પણ એકથી માંડીને પાંચ વર્ણ વગેરે ગણવા. તે પ્રમાણે અસંખ્યાતપ્રદેશિક સ્કંધ સુધી પણ કહેવું.
સૂક્ષ્મપરિણામવાળા અનંતપ્રદેશિક સ્કંધને પંચપ્રદેશિક સ્કંધની માફક જ કહેવું.
પરંતુ સ્થૂલ પરિણામવાળે અનંતપ્રદેશિક સ્કંધ ૧ થી પાંચ વર્ણવાળે, ૧ થી બે ગંધવાળા, ૧ થી પાંચ રસવાળે,
૧. અનંતપ્રદેશિક સ્કંધ પણ સૂક્ષ્મ હોય, તે તેમાં નરમપણું કે ખરબચડપણું તથા ભારેપણું કે હળવાપણું સંભવતું નથી, જ્યારે સ્થૂલ કંધમાં તે સંભવે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org