________________
પ્રકરણ જોઈ લેવાં, એવું જ કહી મૂક્યું હોય છે. એ રીતે જે બીજા ગ્રંથમાં લેવાના ભાગે પૂરેપૂરા ઉતારીને જ આખો ગ્રંથ છપાવવામાં આવે, તો અત્યારે છે તે કરતાં મૂળ ગ્રંથનું કદ કેટલું વધી જાય. ભગવતીસૂત્ર. ઉપાંગે કે પ્રજ્ઞાપના જેવા અન્ય આચાર્ય રચિત ગ્રંથ કરતાં ઘણુંય. પ્રાચીન કહેવાય. પરંતુ, વલભીમાં જ્યારે દેવર્ધિગણિ વગેરેએ (ઈ. સ. ૪૫૪) બધાં અંગેનો પાઠ નક્કી કર્યો ત્યારે, અમુક અમુક પ્રશ્નોના જવાબો પછીના ગ્રંથમાં વધુ વિસ્તારથી કે વ્યવસ્થિત રીતે રજૂ થયેલા જોઈને, તે ગ્રંથમાંથી તે જવાબ સમજી લેવા એમ કહીને મૂળ ગ્રંથનો પાઠ પડતો મૂક્યો. એ પડતો મૂકેલો પાઠ કેવો હશે તે વિષે અત્યારે આપણે કલ્પના ન કરી શકીએ. સામાન્ય રીતે સ્ત્રી-પુરુષો કે નગર–પર્વતનાં વર્ણનોની બાબતમાં તો અંગગ્રંથોમાં અમુક એક જાતનું વર્ણન નકકી કરી, તે પ્રમાણે બધે સમજી લેવું એવી પદ્ધતિ સ્વીકારવામાં આવી છે. પરંતુ સિદ્ધાંત કે ચર્ચાની મુખ્ય બાબતમાં મુખ્ય ગ્રંથને આ રીતે પછીના ગ્રંથો ઉપર જીવનરે કરી મૂકે એ વસ્તુ અમુક ખાસ સંજોગોમાં, કે જ્યારે બધા ગ્રંથનો વિષય કેમ કરીને જલદી નક્કી કરી લેવો અને આખી વસ્તુ એક વખતને માટે કેમ કરીને પતવી દેવી, એવી મનોવૃત્તિમાં ભલે ક્ષમ્ય હોય; પરંતુ
ગ્યતાની દષ્ટિએ જોવા જઈએ તો તે ઠીક નથી જ લાગતું ભગવતીસૂત્રમાં એ રીતે કયા કયા ગ્રંથમાંથી તે પ્રમાણે
૧. અનુયોગ દ્વાર, પ્રજ્ઞાપના, જબુદ્ધીપપ્રજ્ઞપ્તિ, વાભિગમ સૂત્ર, અને રાજપ્રશ્નીય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org