SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ માકદિપુત્રે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતી વખતે “હે ગૌતમ” એવું સંબોધન મહાવીરસ્વામીને એ ગ્રંથકારે કરાવી બેસે છે.* અલબત્ત, ટીકાકારને તેની કંઈક માંડવાળ કરવી પડે છે; પરંતુ તાત્પર્ય એ છે કે પ્રશ્નકર્તાઓમાં મુખ્યત્વે ગૌતમ જ છે. એ પ્રશ્નો કઈક જ વાર કોઈ અન્યતીથિકનું મંતવ્ય સાંભળીને શંકારૂપે ઊભા થયેલા હોય. છે; બાકી તે, જુદા જુદા પ્રશ્નો પ્રશ્નકર્તાના મુખમાં મૂકીને ઉત્તરરૂપે જ ગ્રંથને વિષય રજૂ કરવાને ગ્રંથકર્તાને ઇરાદે હોય એવું જ સર્વત્ર લાગ્યા કરે છે. એ પ્રશ્નોની રજૂઆતમાં વિષયનો કે દલીલનો શકશે જ ક્રમ રાખવામાં આવ્યો નથી. કોઈ કોઈ વાર એક જ ઉદેશકમાં ભિન્ન ભિન્ન વિષયને લગતા પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. મૂળ ઉદ્દેશકનો વિભાગ પણ કશા ક્રમને કારણે કરવામાં આવ્યો હોય, કે એક જ સ્થળે કે એક જ પ્રસંગે કરવામાં આવેલા પ્રશ્નોના સંગ્રહરૂપ હોય, એમ જરાય નથી. ટીકાકાર તો એક પ્રશ્ન પછી આવતા બીજા પ્રશ્નને અને એક ઉદ્દેશક પછી આવતા બીજા ઉદેશકને કે એક શતક પછી આવતા બીજા શતકને વિષયના કે દલીલના કાંઈક સંબંધથી જોડી આપવા હંમેશ મુજબ પ્રયત્ન કરે છે, પરંતુ એ પ્રતીતિકારક થતો જ નથી. | કઈ કઈ વાર એ પ્રશ્નો જ કે એ પ્રશ્નોને વિષય બેવડાઈ જાય છે કે તેવડાઈ જાય છે, અને ઘણી વાર તો તેના જવાબમાં બીજા કોઈ ઉપાંગમાંથી કે પછીના આચાર્યના ગ્રંથમાંથી અમુક ભાગ કે આખાં ને આખા * શતક ૧૮, ઉદેવ ૩. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy