________________
કર્મો વિશે કેટલીક વિગતે
૭૫ વિવરણ: જેના કેવલજ્ઞાનીની પ્રજ્ઞાથી પણ વિભાગ ના કલ્પી શકાય, એવા સૂક્ષ્મ અંશેને અવિભાગપરિચ્છેદ કહે છે. તે કર્મપરમાણુઓની અપેક્ષાએ. અથવા: જ્ઞાનના જેટલા અવિભાગપરિચ્છેદેનું આચ્છાદન કર્યું હોય, તેની અપેક્ષાએ અનંત છે. જ્ઞાનાવરણીય પ્રમાણે આઠે કમ. પ્રકૃતિના અવિભાગપરિચ્છેદ કહેવા.
ગૌ૦-–હે ભગવન ! એક એક જવનો એક એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીયકર્મના કેટલા અવિભાગપરિચ્છેદે (અંશ)થી આવેષ્ટિત છે?
મહ–હે ગૌતમ! કદાચ આવેષ્ટિત હોય, અને કદાચ ન હોય; જે આવેષ્ટિત હોય, તો અવશ્ય અનંત અવિભાગપરિચ્છેદ વડે આવેષ્ટિત હોય.
– શતક ૮, ઉદે. ૧૦.
વિવરણઃ મેહનીય કર્મના બે પ્રકાર છે. ચારિત્રમેહનીય અને દર્શનમોહનીય. તેમાં દર્શન મેહનીયને કાંક્ષામહનીય પણ કહે છે; કારણ કે કાંક્ષા એટલે બીજા બીજા મતનું ગ્રહણ કરવું, અર્થાત અમુક મતમાં જ શ્રદ્ધા ન રાખતાં ભિન્ન ભિન્ન મતને અવલંબવું. ત૬૫ કાંક્ષાપ જે મેહનીય કર્મ તે કાંક્ષામહનીય અથવા મિથ્યાત્વમેહનીયકર્મ છે. હવે કોઈ પણ ક્રિયા કરવાની પદ્ધતિ લાકમાં ચાર પ્રકારે પ્રસિદ્ધ છે. દા. ત., કોઈ મનુષ્ય કશાને ઢાંકવાની ક્રિયા કરતો હોય.
૧. કેવલજ્ઞાનીની અપેક્ષાએ આવેષ્ટિત ન હોય, કારણ કે તેને જ્ઞાનાવરણીયકર્મ ક્ષીણ થયેલું હોય છે. ઇતર જીવોના પ્રદેશ અનંત અવિભાગપરિછેદેથી આવેષ્ટિત છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org