SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતીસાર કે બાળે, તો તે જીવપ્રદેશને પીડા ઉત્પન્ન કરે છે તેના કોઈ અવયવને છેદ કરે ? મ૦ –હે ગૌતમ ! એ વાત બરાબર નથી; કેમકે જીવપ્રદેશને શસ્ત્ર અસર કરતું નથી. - શતક ૮, ઉદ્દે ૩ ગૌ–હે ભગવન્ ! જીવ કાલની અપેક્ષાએ સપ્રદેશ છે કે અપ્રદેશ? મ–હે ગૌતમ! જીવ નિયમથી સપ્રદેશ છે. અનાદિપણાને લીધે જીવની અનંત સમયની સ્થિતિ હોવાથી તેને સપ્રદેશપણું છે. જે એક સમયની સ્થિતિવાળો હોય તે કાળની અપેક્ષાએ અપ્રદેશ છે; પણ જે એકથી વધારે સમયની સ્થિતિવાળો હોય, તે કાલની અપેક્ષાએ સપ્રદેશ છે. ગૌ–હે ભગવન્! નૈરયિક જીવ કાલની અપેક્ષાએ સપ્રદેશ છે કે અપ્રદેશ? મહ–હે ગૌતમ! જે નૈરયિક જીવને ઉત્પન્ન થયાં એક જ સમય થયું છે, તે કાલની અપેક્ષાએ અપ્રદેશ કહેવાય, અને પ્રથમ પછીના બે વગેરે સમયમાં વર્તત નૈરયિક કાલની અપેક્ષાએ સપ્રદેશ કહેવાય. – શતક ૬, ઉદ્દે ૪ ગૌ –હે ભગવન ! જીવ પુગલી છે કે પુદ્ગલ છે? ૧. કાળને સૂમમાં સૂકમ – અવિભાજ્ય અંશ – સમય કહેવાય. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy