________________
શ્રી ભગવતીસાર નારકીના સર્વ ભાગને નિપજાવે છે. તે આખા નારકીપણે ઊપજે છે. કારણ કે જ્યાં પૂર્ણ કારણ હોય, ત્યાં પૂર્ણ કાર્ય જ નીપજે.'
તે જ પ્રમાણે નરયિકામાં ઉત્પદ્યમાન નરયિક પિતાના સર્વ ભાગ વડે સર્વ ભાગને આભરીને આહાર પણ કરે છે. જીવ જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે પોતાના બધા પ્રદેશ વડે ખાવા મળેલી બધી વસ્તુઓનો આહાર કરે છે.
જેવું ઉત્પત્તિ વિષે તેવું ઉર્તના વિષે પણ જણાવું.
ગૌતમ ! હે ભગવન ! વસ્ત્ર જેમ સાદિ સાંત છે. તેમ જીવો પણ સાદિ સાંત છે?
મહ–હે ગૌતમ! કેટલાક જીવો સાદિ સાંત છે, કેટલાક જીવો સાદિ અનંત છે, કેટલાક અનાદિ સાંત છે, અને કેટલાક અનાદિ અનંત છે.
ગૌ–હે ભગવન ! તે કેવી રીતે?
મહ–હે ગૌતમ ! નરયિક, તિર્યચોનિકા, મનુષ્યો અને દેવો નરકાદિ ગતિમાં થતા ગમનની અપેક્ષાએ સાદિ, અને ત્યાંથી થતા આગમનની અપેક્ષાએ સાંત છે. સિદ્ધગતિની અપેક્ષાએ સિદ્ધો સાદિ અનંત છે; કારણ કે ત્યાંથી પાછા ફરવાપણું નથી. ભવસિદ્ધિકો (કદી મુક્ત થવાની ગ્યતાવાળા જીવો) એ પ્રકારની લબ્ધિ (શક્તિ)ની
૧. દેવ અને નારકી પિતાને ભવ પૂરા કરી અન્ય ભવમાં જાચ, તેને ઉર્તના કહે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org