________________
છવ વિશે પરચૂરણ વિગતે કમળને નાળ જેવા ઘાટવાળા, નાભિ ઉપર રસહરણું નામની નાડી હોય છે, અને તે નાડી માતાની નાભિ સાથે સંબદ્ધ હોય છે. તે વાટે ગર્ભને જીવ એજ ગ્રહણ કરે છે. અને તે વડે જન્મે ત્યાં સુધી વૃદ્ધિ પામે છે. . . . નવ માસ વીત્યા પછી, કે નવ માસ પૂરા થતા પહેલાં તે ગર્ભવતી સ્ત્રી નીચેના ચારમાંથી એકને પ્રસવે છે : પુત્રીને, પુત્રને, નપુંસકને કે પિંડ (બિંબ) ને. જ્યારે વીર્ય ઓછું અને એજ વધારે હોય ત્યારે પુત્રી થાય; વીર્ય વધારે અને એજ ઓછું હોય, ત્યારે પુત્ર થાય; બંને સરખાં હોય ત્યારે નપુંસક થાય; અને ઋતુવતી સ્ત્રીને સંગ થાય ત્યારે કોઈ આકાર વિનાનો માંસપિંડ (બિંબ) થાય. કોઈ મહાપાપી જવ વધારેમાં વધારે બાર વરસ સુધી ગર્ભવાસમાં રહે છે.
[ આથી આગળ પુરુષ અને સ્ત્રીના શરીરની પાંસળીઓ, નસો વગેરેનું વર્ણન, લેહી વગેરે ધાતુઓનું વજન, હૃદયાદિ અવયનું વજન, વગેરે વિગતે છે. ]
૯: જીવ વિષે પરચૂરણ વિગતો
ગૌત્ર –હે ભગવન ! નરયિકામાં ઊપજતો નૈરયિક શુ એક ભાગ વડે એક ભાગને આશરીને ઉત્પન્ન થાય, એક ભાગ વડે સર્વ ભાગને આશરીને ઉત્પન્ન થાય, સર્વ ભાગ વડે એક ભાગને આશરીને ઉત્પન્ન થાય કે સર્વ ભાગ વડે સર્વ ભાગને આશરીને ઉત્પન્ન થાય?
ભ૦ –હે ગૌતમ! સર્વ ભાગ વડે સર્વ ભાગને આશરીને ઉત્પન્ન થાય. “જીવ પિતાના સર્વ ભાગો વડે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org