________________
૧૮
શ્રીભગવતી-સાર ગૌ–હે ભગવન ! પિતાનાં અંગે કેટલાં હોય છે?
મહ–હે ગૌતમ! પિતાના અંગે ત્રણ હેાય છેઃ હાડકાં, ભજા અને કેશ-દાઢી-રામ-નખ.
ગૌ–હે ભગવન ! તે માતા અને પિતાનાં અંગે સંતાનના શરીરમાં કેટલા કાળ સુધી રહે ?
મહ–હે ગૌતમ! સંતાનનું શરીર જેટલા કાળ સુધી ટંકે તેટલા કાળ સુધી.
ગૌ૦–હે ભગવન્! ગર્ભમાં દાખલ થયા બાદ કોઈ જીવ નૈરયિકમાં ઉત્પન્ન થાય? અર્થાત ગર્ભમાં રહેલે જીવ પણ નરકને યોગ્ય કર્મો બાંધી, મરીને નરકમાં ઉત્પન્ન થાય ?
મહ–હે ગૌતમ! કઈ સંસી, પંચૅકિય અને સર્વ પર્યાપ્તિઓથી પૂરે થયેલે જીવ, શત્રુનું લશ્કર આવેલું સાંભળી, વીર્યલબ્ધિ વડે અને વૈક્રિયલબ્ધિ વડે આત્મપ્રદેશને ગર્ભથી બહારના ભાગે ફેકે છે, અને વૈક્રિય સમુઘાત કરી, ચતુરંગી સેના બનાવે છે, અને તેના વડે શત્રુના લશ્કર સાથે યુદ્ધ કરે છે. પછી તે પૈસાને લાલચુ, રાજ્યને લાલચુ, ભોગનો લાલચુ, તથા કામનો લાલચુ જીવ, તે રાજધાનીમાં જ ચિત્ત, મન, આત્મપરિણામ, અધ્યવસાન (પ્રયત્ન), અને સાવધાનતાવાળે, તથા તેને માટે ક્રિયાઓ કરનારે અને તેના જ
૧. ઉપર માતાનાં અને પિતાનાં જે અંગો ગણાવ્યાં, તે સિવાયનાં અંગે માતાપિતા બંનેનાં સાધારણ અંગે કહેવાય છે. કેમકે તેમાં પિતાના શુક્ર અને માતાના આતં વને સરખી રીતે વિકાર હોય છે. –ટીકા. - ૨. એક શક્તિવિશેષ. તે જેને પ્રાપ્ત થયો હોય તેવા જવાની આ વાત છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org