________________
શ્રીભગવતી-સાર
ગૌ–હે ભગવન ! કૃણયા નલલેશ્યાનો સંગ પામી તે રૂપે અને તે વર્ણ પરિણમે ?
ભ૦–હે ગૌતમ! તે પ્રમાણે પારણમે છે. કૃષ્ણલેસ્યાના પરિણામવાળો છવ નીલલેસ્યાને કનું ગ્રહણ કરી મરણ પામે છે, ત્યારે તે નીલલેસ્થાને પરિણામવાળા થઈને. ઉત્પન્ન થાય છે. કારણકે જીવ જે લેસ્યાનાં દ્રવ્યોનું ગ્રહણ કરીને મરણ પામે, તે લેસ્યાવાળો થઈને તે બીજે ઠેકાણે ઉત્પન્ન થાય છે. જેમ દૂધ છાશને પામીને, છાશના સાગથી છાશરૂપે, છાશના વણે છાશના ગંધ, છાશના રસ અને છાશના સ્પર્શ પરિણમે છે, અથવા જેમ ચેખું લૂગડું રંગને પામીને રંગને રૂપે–વ–ગધે–રસે અને સ્પર્શ પરિણમે છે, તેવી રીતે હે ગૌતમ ! કૃષ્ણલેસ્થા નીલલેસ્યાને પામીને તેને વર્ણાદિ પરિણામરૂપે બની જાય છે. તે જ પ્રમાણે અન્ય લેયાઓનું પણ જાણવું.
- શતક ૪, ઉદે. ૧૦
રાજગૃહ નગરમાં ભગવાનના અંતેવાસી માકદિપુત્ર ભગવાનને પૂછે છે :
મા–હે ભગવન ! કાપતલેશ્યાવાળા પૃથ્વીકાયિક જીવ, ત્યાંથી ભરીને તુરત જ મનુષ્યના શરીરને પ્રાપ્ત કરી. કવલજ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યાર બાદ સિદ્ધ થાય ?
મહ–હા માકંદિપુત્ર!
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org