SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અને લેશ્યા નિરાકાર ઉપયોગ અથવા “દર્શન'ના ચાર ભેદ છે : ૧. જે સામાન્ય બંધ નેત્રજન્ય હોય, તે ચક્ષુર્દર્શન; જે સામાન્ય બોધ નેત્ર સિવાય બીજી કોઈ પણ ઈદ્રિય અથવા મનથી થાય છે તે અચક્ષુદ્ર્શન. ૩. અવધિલબ્ધિથી મૂર્ત પદાર્થોનો સામાન્ય બોધ તે અવધિદર્શન, અને ૪. કેવળલબ્ધિથી થતો સમસ્ત પદાર્થોને સામાન્ય બેધ તે કેવળદર્શન કહેવાય છે.' – શતક ૧૬, ઉદ્દે ૭ ૭ઃ જીવ અને વેશ્યા લિએટલે ચેટવું. લેસ્યા એટલે જે વડે કર્મ આત્મા સાથે ચાટે છે. અર્થાત આત્માનો એક પ્રકારનો શુભ કે અશુભ પરિણામ. પ્રશ્ન એ છે કે, લેસ્યા એ લાગણી કે વૃત્તિરૂપ છે કે અણુરૂ૫ છે? પ્રજ્ઞાપનાની ટીકામાં જણાવ્યું છે કે લેસ્યા એ અણુરૂપ છે. તો બીજો સવાલ એ થાય છે કે, અણુઓ આઠ પ્રકારના છે, તેમાં કઈ જાતિમાં લેસ્યાનાં અણુઓને સમાવેશ થાય છે? શ્રી મલય ૧. દર્શનમાં કેવળદર્શન સમ્યકત્વ સિવાય થતું નથી. પરંતુ બાકીનાં ત્રણ, સમ્યકત્વને અભાવ હોય તે પણ થાય છે, છતાં તેનાં પ્રતિપક્ષી ત્રણ અદર્શન ન કહેવાનું કારણ એ છે કે, દર્શન એ માત્ર સામાન્ય બોધ છે. તેથી સમ્યકત્વી અને મિથ્યાત્વીનાં દર્શને વચ્ચે કાંઈ ભેદ વ્યવહારમાં બતાવી શકાતો નથી. ૨. પૃ. ૩૩૦, પદ ૧૭. ૩. જુઓ આગળ પા ૩૬૨. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy