________________
૩૯
શ્રીભગાવતીન્સાર મ–હે ગૌતમ! દશ પ્રકારની વેદના અનુભવતા હોય છે. શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, કડૂ–ખરજ, પરતંત્રતા, જવર, દાહ, ભય અને શાક.
– શતક છે, ઉદ્દે ૮ ૧૧
ઉપયોગ ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર. જેમાં ચેતનાશક્તિ હોય તેમાં બોધક્રિયા થઈ શકે; ચેતનાશક્તિ આત્મામાં જ છે; જડમાં નહીં.
ગૌ–હે ભગવન! ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે?
મ– હે ગૌતમ ! બે પ્રકારનો કહ્યો છે : સાકાર અને નિરાકાર.
જે બોધ ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકાર ઉપયોગ છે; અને જે બેધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે નિરાકાર ઉપયોગ છે. સાકારને “જ્ઞાન” અથવા સવિકલ્પક બેધ કહે છે, અને નિરાકારને “દર્શન' અથવા નિર્વિકલ્પક બેધ કહે છે.
તેમાં સાકાર ઉપયોગ અથવા જ્ઞાનના આઠ પ્રકાર છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન.
* સમ્યકત્વ વિનાનાં મતિ, મૃત અને અવધિજ્ઞાન તે અનુક્રમે મતિ અજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન કહેવાય છે. મન:પર્યાય અને કેવળ એ બે જ્ઞાન સમ્યકત્વ સિવાય થતાં જ નથી; તેથી તેમના પ્રતિપક્ષીને સંભવ નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org