________________
૩૭૮
શ્રીભગવતીસાર યાવજીવ. તે ચારિત્ર મધ્યમ બાવીશ તીર્થકરના તીર્થને વિષે વર્તમાન સાધુઓને હોય છે, કેમકે તેઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી તેઓને ચારિત્રમાં દોષનો સંભવ નથી; તેથી તેઓને પ્રથમથી જ યાવત્રુથિક સામાયિક ચારિત્ર હોય છે.
૨. છેદપસ્થાપનીયઃ પૂર્વના ચારિત્રપર્યાયનો છેદ કરીને ફરીથી મહાવતોને અંગીકાર કરવાં તે. તેના બે પ્રકાર છે : સાતિચાર અને નિરતિચાર. ઇવરસામાયિકવાળા પ્રથમ દીક્ષિતને પુનઃ મહાવ્રતોનું આરોપણ કરે, અથવા બીજા તીર્થકરના. સાધુઓ બીજા તીર્થકરના તીર્થમાં પ્રવેશ કરે, ત્યારે તેને નિરતિચારચારિત્ર હોય છે. પરંતુ મહાવ્રતોને મૂળથી ભંગ કરનાર સાધુ પુનઃ મહાવ્રતનો સ્વીકાર કરે ત્યારે તે સાતિચાર કહેવાય છે. ૩. પરિહારવિશુદ્ધિ ચારિત્રઃ તેમાં ગચ્છથી જુદા પડી નવ સાધુઓ આત્માની વિશુદ્ધિ અર્થે એક વિશિષ્ટ તપને સ્વીકાર કરે છે. તેમાં ચાર તપ કરનારા ચાર સેવા કરનારા અને એક ગુરુસ્થાને હોય છે. તપ કરનારાઓનું ઓછામાં ઓછું તપ આ પ્રમાણે છે: ગ્રીષ્મઋતુમાં ઓછામાં ઓછો એક ઉપવાસ, મધ્યમ બે ઉપવાસ અને વધારેમાં વધારે ત્રણ ઉપવાસ. શિશિર ઋતુમાં ઓછામાં એાછા બે ઉપવાસ, મધ્યમ ત્રણ ઉપવાસ, અને વધારેમાં વધારે ચાર ઉપવાસ. અને વર્ષાઋતુમાં ઓછામાં ઓછા ત્રણ ઉપવાસ, મધ્યમ ચાર ઉપવાસ, અને વધારેમાં વધારે પાંચ ઉપવાસ. પારણામાં આયંબિલ કરવાનું (એટલે કે એક વખત ઘી વગેરે રસરહિત ખાવાનું તથા ગરમ પાણી પીવાનું) હોય છે. ચાર સેવા કરનારા અને ગુરુ રેજ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org