________________
૩s
શ્રીભગવતી-સાર. મિથ્યાષ્ટિભાવની અપેક્ષાએ મિથ્યાદષ્ટિ જીવ અપ્રથમ છે; કારણ કે મિયાદર્શન અનાદિ છે. - સંતજીવ અને મનુષ્યને સમ્યગદષ્ટિ જીવ પ્રમાણે જાણવા [ એ પ્રમાણે મૂળમાં અનેક બાબતોની અપેક્ષાએ પ્રથમતા–અપ્રથમતાનો વિચાર કરેલો છે].
– શતક ૧૮, ઉદે૧
લબ્ધિ તે તે પ્રતિબંધક કર્મના ક્ષયાદિથી આત્માને જ્ઞાનાદિ ગુણને લાભ થવો તે લબ્ધિ કહેવાય.'
ગૌ૦–હે ભગવન્! લબ્ધિ કેટલા પ્રકારની કહી છે? મહ–હે ગૌતમ! લબ્ધિ દશ પ્રકારની કહી છે
૧. તથાવિધ જ્ઞાનાવરણ કર્મના ક્ષય કે ક્ષયે પશમથી યથાસંભવ પાંચ પ્રકારના જ્ઞાનને લાભ થવો તે “જ્ઞાનલબ્ધિ.” ૨. સમ્યક, મિથ્યા કે મિશ્ર શ્રદ્ધાનરૂપ આત્માનો પરિણામ તે “દર્શનલબ્ધિ. ૩. ચારિત્રમેહનીય ક્સના ક્ષય, ઉપશમ કે ક્ષોપશમથી થયેલો આત્મપરિણામ તે “ચારિત્રલબ્ધિ.” ૪. અપ્રત્યાખ્યાનાવરણ* કષાયના ક્ષપશમથી થયેલો દેશવિરતિરૂપ આત્મપરિણામ તે “ચારિત્રાચારિત્રલબ્ધિ.” ૫–૯. દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય. ઉપભોગાન્તરાય અને વીર્યાન્તરાય કર્મના ક્ષય કે પશમથી થતી લબ્ધિઓ અનુક્રમે, દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભેગલબ્ધિ,
છે જુઓ આગળ પા. ૨૯, ટિ૦ ૫.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org