SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને લગતી કેટલીક બાબતો રા રાજગૃહનગરને પ્રસંગ છે. ગૌ–હે ભગવન! જીવ છેવત્વની અપેક્ષાએ પ્રથમ છે કે અપ્રથમ છે? ઉ૦–હે ગૌતમ! તે પ્રથમ નથી, પણ અપ્રથમ છે. જે છે જે ભાવ પૂર્વે પ્રાપ્ત કરેલ છે, તેની અપેક્ષાએ તે અપ્રથમ કહેવાય છે, જેમકે જીવત્વ અનાદિ કાળથી જીવને પ્રાપ્ત થયેલું છે, માટે જીવત્વની અપેક્ષાએ જીવ અપ્રથમ છે. પરંતુ જે જીવ પૂર્વે અપ્રાપ્ત એવા જે ભાવને પ્રાપ્ત કરે, તેની અપેક્ષાએ તે પ્રથમ કહેવાય; જેમકે સિદ્ધત્વની અપેક્ષાએ સિદ્ધ પ્રથમ છે, કારણ કે સિદ્ધત્વ પૂર્વે જીવને પ્રાપ્ત થયેલું નથી. અનાહારક જીવને અનાહારક ભાવ વિચારીએ તો જે જીવ સિદ્ધગતિમાં છે, તે સિદ્ધગતિના અનાહારક ભાવ કરતાં પ્રથમ છે : કારણ કે તેણે તે ગતિનું અનાહારકપણે પૂર્વે પ્રાપ્ત કર્યું નથી, પરંતુ વિગ્રહગતિને પ્રાપ્ત સંસારી જીવ અપ્રથમ છે, કારણ કે, તેણે વિગ્રહગતિમાં પૂર્વે અનાહારકપણું અનંત વાર પ્રાપ્ત કર્યું છે. સમ્યગદષ્ટિજીવને સમ્યગદષ્ટિભાવ વડે વિચારીએ તો, જે જીવો પહેલી વાર જ સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે, તેઓ સમ્યગ્દષ્ટિભાવ કરતાં પ્રથમ છે; પરંતુ જેઓ સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા બાદ ત્યાંથી પડીને તેને ફરી પ્રાપ્ત કરે છે, તેઓ અપ્રથમ છે. સમ્યગદષ્ટિભાવની અપેક્ષાએ સિદ્ધોને પણ પ્રથમ જાણવા; કારણ કે સિહત્વસહચરિત સમ્મદર્શન મેક્ષગમન સમયે પ્રથમ પ્રાપ્ત થાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy