________________
જીનું વર્ગીકરણ ઉપગાત્માન હોય છે. સમ્યમ્ વિશેષ બેધરૂપ જ્ઞાનાત્મા સર્વ સમ્યગ્દષ્ટિને હોય છે, સામાન્ય અવધરૂપ દર્શનાત્મા સર્વ જીવોને હોય છે. ચારિત્રાત્મા વિરતિવાળાને હોય છે; અને વીર્યાત્મા કરણવીર્યવાળા સર્વ સંસારી જેને હોય છે.
જેને દ્રવ્યાત્મા હોય તેને કષાયાત્મા અને યોગાત્મા ( કવાયી અને સગી અવસ્થામાં) હોય અને (ક્ષણિકષાય, ઉપશાન્તકવાયી અને અયોગી દશામાં) ન પણ હોય. જેને કવ્યાત્મા હોય તેને ઉપયોગાત્મા તે અવશ્ય જ હોય (કારણ કે મુક્ત કે સંસારી બધા જીવોને ઉપયોગ એટલે કે બોધવ્યાપાર હંમેશ હોય છે.) જેને દ્રવ્યાત્મા હોય તેને જ્ઞાનાત્મા હોય કે ન પણ હાય (સમ્યગજ્ઞાની હોય કે ન હોય તેની અપેક્ષાએ). દ્રવ્યાત્માને દર્શનાત્મા તો અવશ્ય હોય (કેમકે સિદ્ધને પણ કેવલદર્શન હોય છે જ). કવ્યાત્માને ચારિત્રાત્મા વિકલ્પ હોય છે કારણ કે સિદ્ધ અથવા વિરતિરહિતને દ્રવ્યાત્મા હોવા છતાં હિંસાદિ દોષથી નિવૃત્તિરપ ચારિત્રાત્મા હોતા નથી; અને વિરતિવાળાને હોય છે. તેવું જ વીર્યાત્માનું પણ સમજવું. કારણ કે કરણવીર્યની
૧, ઉપગ એટલે બેધવ્યાપાર – જાણવાની ક્રિયા. જે બે ગ્રાહ્ય વસ્તુને વિશેષરૂપે જાણે તે સાકાર ઉપગ; અને જે બાધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તે નિરાકાર ઉપયોગ. સાકારને જ્ઞાન અથવા સવિકલ્પક બેધ કહે છે; અને નિરાધારને દર્શન અથવા નિર્વિકલ્પક બેધ કહે છે.
૨. જુઓ પા. ૩૧૯.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org