________________
કરણ
જીવનાં જ્ઞાન – તેનું સામાન્યરૂપે જ્ઞાન– થઈ જાય છે. છ ઈતિમાંથી નેત્ર અને મન વડે વ્યંજનાવગ્રહ નથી થતો, કારણ કે એ બને વિષય સાથે સંયોગ વિના જ માત્ર એગ્ય સંનિધાનથી પિતા પોતાના ગ્રાહ્ય વિષયોને જાણે છે, તેથી તે બેને
અપ્રાપ્યકારી” કહે છે; અને તેમનાથી થતી જ્ઞાનધારાને પટુકમિક કહે છે. પરંતુ કર્ણ, જિં, ધ્રાણુ અને સ્પર્શન એ ચાર ઈદ્રિય મંદાક્રમિક જ્ઞાનધારાનું કારણ છે; કેમ કે એ ચારે પ્રાપ્યકારી, અર્થાત ગ્રાહ્ય વિષય સાથે સંયુક્ત થઈને જ એને ગ્રહણ કરે છે. જ્યાં સુધી શબ્દ, સાકર, પુષ્પકણ વગેરે કાન, જીભ, નાક વગેરેને અડકે નહીં ત્યાં સુધી તેની ખબર પડતી નથી.
શ્રુતજ્ઞાનના અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એવા બે પ્રકાર છે. તીર્થકરે દ્વારા પ્રકાશિત જે જ્ઞાનને એમના સાક્ષાત શિષ્ય ગણધરોએ ગ્રહણ કરી દ્વાદશ અંગરૂપે સૂત્રબદ્ધ કર્યું, તે અંગપ્રવિષ્ટ; અને દ્વાદશાંગીમાંથી ભિન્ન ભિન્ન વિષય ઉપર ગણધરે પછીના શુદ્ધબુદ્ધિ આચાર્યોએ જે શાસ્ત્રો રચ્યાં, તે અંગબાહ્ય.
અવધિજ્ઞાનના બે પ્રકાર છે: ભવપ્રત્યય, અને ગુણપ્રત્યય. જે અવધિજ્ઞાન જન્મતાંની સાથે જ પ્રગટ થાય છે (નારક અને દેશને) તે ભવપ્રત્યય; અને જે જન્મસિદ્ધ નથી, પરંતુ જન્મ લીધા બાદ વ્રત, નિયમ આદિ ગુણોના અનુષ્ઠાનના બળથી પ્રગટ થાય છે, તે ગુણપ્રત્યય કહેવાય છે.
મન:પર્યવજ્ઞાનના ઋજુમતિ અને વિપુલમતિ એવા બે ભેદ છે: વિષયને સામાન્યરૂપે જાણનારું તે ઋજુમતિ, અને વિશેષરૂપથી જાણનારું તે વિપુલમતિ. મનવાળાં સંસી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org