________________
શ્રીભાગવતીસાર ૪. અવાયરૂપ નિશ્ચય, કેટલાક સમય સુધી કાયમ રહ્યા બાદ, મન બીજા વિષયમાં ચાલ્યું જતાં લુપ્ત થઈ જાય છે; પણ તે પાછળ એવો સંસ્કાર મૂકતો જાય છે કે જેથી યોગ્ય નિમિત્ત મળતાં એ નિશ્ચિત વિષયનું પુનઃ સ્મરણ થઈ આવે છે. આ નિશ્ચયની સતત ધારા, તજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મરણ એ બધા વ્યાપાર ધારણું કહેવાય
ગૌ––હે ભગવન! અવગ્રહ કેટલા પ્રકારનો છે? . મ–હે ગૌતમ! અવગ્રહ બે પ્રકારનો છે: વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ.
વિવરણ: બધી ઇકિયો અને મનને સ્વભાવ એકસરખા નથી; તેથી તેમના દ્વારા થનારી જ્ઞાનધારાના આવિર્ભાવનો ક્રમ પણ સરખો નથી. એ ક્રમ બે પ્રકારને છે : મંદકમ અને ૫યુક્રમ.
મંદક્રમમાં ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઈદ્રિયને સંયોગ (વ્યંજન) થતાં જ જ્ઞાનને આવિર્ભાવ થાય છે, પણ તેની માત્રા એટલી અલ્પ હોય છે કે, તેથી “આ કાંઈક છે” એ સામાન્ય બંધ પણ થતો નથી. પણ જેમ જેમ વિષય અને ઇન્દ્રિયને સંગ પુષ્ટ થતો જાય છે, તેમ તેમ જ્ઞાનની માત્રા પણ વધતી જાય છે અને અંતે એનાથી “આ કાંઈક છે” એવો વિષયને સામાન્ય બંધ “અર્થાવગ્રહ થાય છે. આ અર્થાવગ્રહનો પૂર્વવત બધે વ્યાપાર વ્યંજનાવગ્રહ કહેવાય છે. મંદઝમિક જ્ઞાનધારામાં વ્યંજનાવગ્રહને સ્થાન છે; પરંતુ પટુક્રમિકમાં નથી. કારણ કે તેમાં તે ઈદ્રિય અને અર્થનું યોગ્ય સ્થળમાં સંનિધાન થતાં તરત જ અર્થાવગ્રહ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org