________________
શ્રીભગવતી-સાર -સ્થવિર ભગવંતને એમ પૂછ્યું હતું : શ્રમણના ઉપાશ્રયમાં
સામાયિક સ્વીકારીને (અહંમમત્વ ત્યાગીને) બેઠેલા શ્રાવકનાં વસ્ત્રાદિ કોઈ હરી જાય; તે હે ભગવન્! સામાયિક પૂરું કરી, તે વસ્તુનું અન્વેષણ કરતો તે શ્રાવક શું પિતાની વસ્તુને શોધે છે કે અન્યની?
ભ૦––હે ગૌતમ! તે શ્રાવક પોતાની વસ્તુ શોધે છે, પણ અન્યની વસ્તુ નથી શોધતો. કારણકે સામાયિક કરતી વખતે જો કે તે શ્રાવકના મનમાં એવો ભાવ હોય છે કે, “મારે હિરણ્ય નથી, મારે સુવર્ણ નથી, મારે વસ્ત્ર નથી, ભારે વિપુલ ધન, રત્ન, મણિ, મેતી, રત્ન આદિ સારભૂત દિવ્ય નથી. પરંતુ તેણે મમત્વભાવ ત્યાખ્યો નથી, તેથી હે ગૌતમ! એમ કહેવાય છે કે, તે પિતાની વસ્તુને શોધે છે, પણ પારકાની વસ્તુને શોધતો નથી.
તે જ પ્રમાણે સામાયિક કરતા શ્રમણોપાસકની સ્ત્રીને ઈ પુરુષ સેવે, તો તે તેની સ્ત્રીને સેવે છે, પણ અન્યની સ્ત્રીને નહીં.
– શતક ૮, ઉદ્દે પ
ૌ૦—હે ભગવન ! ખરેખર હાથી અને કુંથવો એ એને જીવ સમાન છે?
મહ–હા ગૌતમ! હાથી અને કુંથવાનો જીવ સમાન છે. જેમ કેઈ પુરુષ એક દીપકને મોટા ઓરડામાં મૂકે
૧. ઉમર, જ્ઞાન, દીક્ષાને સમય વિગેરે બાબતમાં વડીલ
સાધુ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org