________________
શ્રીભગવતી સા૨ . આ સાંભળી ગોશાલકે ગુસ્સે થઈ પિતાના તપના તેજથી તેમને એક જ પ્રહાર વડે બાળીને ભસ્મ કરી નાખ્યા. તે જ પ્રમાણે તેને સમજાવવા આવેલા ભગવાનના બીજા શિષ્ય અયોધ્યાવાસી સુનક્ષત્રને, પણ તેણે દઝાડી મૂક્યા; અને તે પણ આલોચનાદ કરી, સર્વાની ક્ષમા માગી તત્કાળ મરણ પામ્યા. ત્યારે ભગવાન મહાવીરે પણ શાલકને તે જ પ્રમાણે કહ્યું. એટલે શાલકે અત્યંત ગુસ્સે થઈ, તેજસ સમુઘાત કરી, સાત આઠ પગલાં પાછા ખસી, ભગવાનના વધ માટે શરીરમાંથી તેલેસ્યા કાઢી. પણ જેમ કોઈ વટાળિયે પર્વત, ભીંત કે સ્તૂપને કાંઈ કરી શકતો નથી, તેમ તે તેલેસ્યા, ભગવાન વિષે સમર્થ થતી નથી, પણ ગમનાગમન કરે છે, પ્રદક્ષિણા કરે છે, અને એ આકાશમાં ઊછળી, ત્યાંથી ખલિત થઈ, મંખલિપુત્ર ગોશાલકના શરીરને બાળતી બાળતી તેના શરીરમાં જ પસી જાય છે. ત્યારે ગશાલકે કહ્યું, “હે આયુષ્યન કાશ્યપ ! મારી પેજન્ય તેજોલેસ્યાથી પરાભવને પ્રાપ્ત થઈ, તું છે માસને અતિ પિત્તવરના દાહની પીડાથી પ્રસ્થ અવસ્થામાં જ ( કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જિન બન્યા વિના મરણ પામીશ.”
ત્યારે ભગવાને તેને કહ્યું, “હે મેંશાલક ! હું તારી તજન્ય તેજલેશ્યાથી પરાભવ પામી છ માસને અંતે મૃત્યુ પામવાનો નથી, પણ બીજા ૧૬ વર્ષ સુધી જિનતીર્થંકરપણે વિચરીશ; પણ તું પિતિ જ તારા તેજથી પરાભવ પામી, સાત રાત્રીને અંતે પિત્તવરથી પીડિત શરીરવાળા થઈને.
સ્થાવસ્થામાં જ મરીશ.”
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org