________________
શાલક
ર૩ કરનાર, ઉષ્ણને સહન કરનાર, ક્ષુધાને સહન કરનાર, વિવિધ ડાંસ મચ્છર વગેરે પરિષહ અને ઉપસર્ગને સહન કરનાર -તથા સ્થિર બાંધાવાળું છે એમ સમજી, મેં તેમાં ૧૬ વર્ષથી પ્રવેશ કર્યો છે.”
આ સાંભળી ભગવાન મહાવીરે કહ્યું, “હે ગોશાલક ! જેમ કોઈ ચોર ગામના લોકોથી ભાગત, કાઈ ખાડો, ગુફા કે આડ ન મળવાથી એક મોટા ઊનના તાંતણાથી, શણના તાંતણાથી, કપાસના તાંતણાથી, અને તૃણુના અગ્રભાગથી પિતાને ઢાંકવા પ્રયત્ન કરે, અને પોતે નહિ ઢંકાયેલો છતાં પિતાને હંકાયેલ માને, તેમ તે અન્ય નહીં છતાં પિતાને અન્ય દેખાડે છે. એમ કરવું તને એગ્ય નથી. પરંતુ તારી એ જ પ્રકૃતિ છે, બીજી નથી.”
આ સાંભળી ગોશાલક ગુસ્સે થઈ ગાળાગાળી કરવા લાગ્યા અને બૂમબરાડા પાડવા લાગ્યું. તે બોલ્યો : “તું આજે નષ્ટ, વિનર અને ભ્રષ્ટ થયા લાગે છે; તું આજે હતોનહતો થઈ જવાના છે; તને મારાથી સુખ થવાનું નથી.”
- આ સાંભળી પૂર્વ દેશમાં ઉત્પન્ન થયેલા, ભગવાનના શિષ્ય સર્વાનુભૂતિ અનગાર ગેહાલકને વારવા લાગ્યા : “હે ગોશાલક ! કાઈ બમણબ્રાહ્મણ પાસે એક પણ આર્ય વચન સાંભળ્યું હોય તો પણ તેને વંદન અને નમસ્કાર કરવા ઘટે છે; તે ભગવાને તો તને દીક્ષા આપી છે, શિક્ષિત કર્યો છે, અને બહુશ્રુત કર્યો છે, છતાં તેં ભગવાન પ્રત્યે જે અનાર્યપણું આદર્યું છે, તે યોગ્ય નથી. પરંતુ તારી એ જ પ્રકૃતિ છે, બીજી નથી.”
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org