________________
૨૯૨
શ્રીભગવતી-સાર કાંતિવાળો બાળક બન્યો. હે કાશ્યપ! તે હું છું. પછી હે. કાશ્યપ ! મારા કાન પણ વીંધ્યા નહોતાતે વખતે મને કુમારાવસ્થામાં પ્રવ્રજ્યા અને બ્રહ્મચર્ય ગ્રહણ કરવાની ઈચ્છી: થઈ. પછી મેં સાત શરીરન્તર વિષે સંચાર કર્યો. તેમાં પ્રથમ તો રાજગૃહનગરની બહાર મંડિકુક્ષિ નામે ચેત્યને વિષે મેં કુંડિયાયન ગોત્રીય ઉદાયનના શરીરનો ત્યાગ કરી. ઐણેયકના શરીરમાં પ્રવેશ કર્યો અને ત્યાં હું ૨૨ વર્ષ રહ્યો. પછી ઉર્દૂપુર નગરની બહાર ચંદ્રાવતરણ ચેત્ય વિષે એણેયકના શરીરનો ત્યાગ કરી મલ્લરામના શરીરમાં પ્રવેશ કર્યો, અને તેમાં ૨૧ વર્ષ રહ્યો. પછી ચંપાનગરીની બહાર અંગમંદિર નામે ચૈત્યને વિષે મલ્લરામને શરીરનો ત્યાગ કરી મંડિકના શરીરમાં પ્રવેશ કર્યો, અને ત્યાં ૨૦ વર્ષ રહ્યો. પછી વારાણસી નગરીની બહાર કામ-મહાવન ચિત્યને વિષે મંડિકના શરીરનો ત્યાગ કરી રેહકના શરીરમાં પ્રવેશ કર્યો, અને ત્યાં ૧૯ વર્ષ રહ્યો. પછી આલભિકા નગરીની બહાર પ્રાપ્તકાલ નામે ચૈત્યને વિષે રેહના શરીરને ત્યાગ કરી, ભારદ્વાજને શરીરમાં પ્રવેશ કર્યો, અને ત્યાં ૧૮ વર્ષ રહ્યો. પછી વૈશાલી નગરીની બહાર કુંડિયાયન નામે ચૈત્યને વિષે ભારદ્વાજના શરીરનો ત્યાગ કરી, ગૌતમપુત્ર અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો અને ત્યાં ૧૭ વર્ષ રહ્યું. પછી શ્રાવસ્તીમાં હાલાહલા કુંભારણના હાટ વિષે ગૌતમપુત્ર અજુનના શરીરનો ત્યાગ કરી, મંખલિપુત્ર ગોશાલકનું શરીર સમર્થ, સ્થિર, કુવ, ધારણ કરવા યોગ્ય, શીતને સહન
૧. ગંગાના પૂર્વ કિનારા ઉપર, કાજથી ૧૦ માઈલ દક્ષિણપૂર્વે આવેલી હતી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org