SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સન્સ અને મહિમા તે નગરના ઈશાન ખૂણામાં આવેલા “ગુણશિલક ચેત્યમાં ઊતર્યા. તે ભગવાન ધર્મના “આદિકતો” હતા; “તીર્થકર ' હતા; અન્યના ઉપદેશ વિના સ્વયં તત્ત્વબેધ પામેલા હતા, પુરુષોમાં શ્રેષ્ઠ હતા; સકલ લેકમાં શ્રેષ્ઠ હતા; સમગ્ર જગતના નાથ, પ્રદીપરૂપ, પ્રકાશક, અભયદાન દેનારા, જ્ઞાનરૂપી નેત્ર આપનારા, માર્ગપ્રદર્શક, શરણરૂપ, ધર્મદેશક, ધર્મસારથિ, ધર્મચક્રવર્તી, કેવલજ્ઞાની, શઠતારહિત, રાગદ્વેષને જીતનાર જિન, સકલ તત્વના જ્ઞાતા, જાતે બુદ્ધ અને મુક્ત હાઈ અન્યને બેધ તેમ જ મુક્તિ અપાવનારા, સર્વજ્ઞ, અને સર્વદશી હતા; તથા શિવ ( કલ્યાણરૂપ), અચલ, રોગરહિત, અનંત, અક્ષય, વ્યાબાધરહિત, અને પુનરાવૃત્તિ રહિત એવા સિદ્ધગતિ નામના સ્થાનને પામવાની ઈચ્છાવાળા હતા. - તે અરસામાં ભગવાનના મોટા શિષ્ય ઇદ્રભૂતિ નામના. સાધુ સંયમ અને તપ આચરતા તેમની સાથે જ કરતા હતા. તે સાડાસાત હાથ ઊંચા હતા, તેમને શારીરિક બાંધે ઉગ્ર ૧. “આચારાંગાદિ શાસ્ત્રમાં કહેલ ધર્મના.'—ટીકા, ૨. અખલિત, તેમજ વ્યવધાનયુક્ત પદાર્થોને પણ જાણનાર શ્રેષ્ઠ જ્ઞાન તથા દર્શનવાળા. ૩. રેગના કારણરૂપ શરીર અને મનને મુક્ત સ્થિતિમાં અભાવ હોવાથી. - ૪, અનત પદાર્થ વિષયક જ્ઞાનવરૂપ. ૫. આ ઇચ્છા કામનારૂપ ગણવાની નથી. તેમને હવે વિદેહમુક્તિ બાકી હતી, એટલે જ તેનો અર્થ છે. ૬. તેમની વિશેષ માહિતી માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૩, ૨૪૦, ૨૨. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy