________________
શ્રીભગવતીસાર પેલા સાધુ ભગવંતએ જવાબ આપ્યો: “હે આર્યો છે સંયમથી નવાં કર્મો બંધાતાં અટકે છે; અને તપથી પૂર્વે બંધાયેલાં કર્મો દૂર થાય છે.”
આ સાંભળી પિલા ગૃહસ્થોએ પૂછયું કે, “ અમે સાંભળ્યા પ્રમાણે સંયમથી દેવલોકની પ્રાપ્તિ થાય છે, અને દેવ થવાય છે, તેનું શું?”
ત્યારે તે સાધુઓએ જવાબ આપ્યો : “સરાગ અવસ્થામાં આચરેલા તપથી, સરાગ અવસ્થામાં પાળેલા સંયમથી. મૃત્યુ પહેલાં બધાં કર્મોનો નાશ ન કરી શકાવાથી, કે બાહ્ય સંયમ હોવા છતાં અંતરમાં રહેલી આસક્તિથી મુક્તિને બદલે દેવપણું પ્રાપ્ત થાય છે. એ વાત સાચી છે માટે અમે કહી છે, અમારા અભિમાનથી કહી નથી.”
આ જવાબ સાંભળી પેલા જૈન ગૃહસ્થ સંતુષ્ટ તથા હર્ષિત થયા; અને બીજા પણ કેટલાક પ્રશ્નો પૂછી, તથા પ્રદક્ષિણા–વંદનાદિ કરી પિતાપિતાને સ્થળે પાછા ફર્યા.
તે અરસામાં શ્રમણ ભગવાન મહાવીર શિષ્યસમુદાયક સાથે ફરતા ફરતા રાજગૃહ નગરમાં આવી પહોંચ્યા, અને
૧. એ ક્રિયાને જૈન પરિભાષામાં “વ્યવદાન” (કાપવું-સાફ કરવું) કહે છે.
૨. આ જવાબ મૂળમાં કાલિકપુત્ર, મેધિલ, આનંદરક્ષિત, અને કાશ્યપ એ ચારે જણે આપેલું છે; અને દરેકે જવાબમાં એક એક અંશ છૂટો થ્ય કહ્યા છે.
૩. “ઔપપાતિક સૂત્ર” માં જણાવ્યા પ્રમાણે ૧૪,૦૦૦ સાધુ તથા ૩૬,૦૦૦ સાધ્વીઓ સાથે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org