________________
ગોશાલક
૨૭:
તથા
હકીકત લેાકેાને માંએ સાંભળી. આથી તેમણે પાછા ગયા આદ મહાવીરને ગે।શાલકને જન્મથી માંડીને વૃત્તાંત પૂછ્યો. એટલે મહાવીરે કહ્યું, હે ગૌતમ! એ ગેાશાલક જે કહે છે કે ‘હું જિન છું' ઇત્યાદિ, તે મિથ્યા -- અસત્ય છે. હે ગૌતમ! આ મખલિપુત્ર ગોશાલકના મખિલ નામે મખ જાતિને પિતા હતા, તે મંખિલને ભદ્રા નામે સુંદર સ્ત્રી હતી. તે ભદ્રા અન્ય કાઈ દિવસે ગર્ભિણી થઈ. તે સમયે શરવણ ગામમાં ગેાહુલ નામે બ્રાહ્મણ રહેતા હતા. તે ધનિક ઋગ્વેદાદિ બ્રાહ્મણુશાસ્ત્રાને વિષે નિપુણ હતા. તે બ્રાહ્મણને એક ગેાશાલા હતી. પેલે મંલિ ગર્ભિણી ભદ્રા સાથે ચિત્રનું પાટિયું હાથમાં લઈ ભિક્ષાચરપાવડે આત્માને ભાવિત કરતા એક ગામથી બીજે ગામ કરતે કરતા શરવણ ગામમાં આવ્યા. ત્યાં તેણે ગેબહુલ બ્રાહ્મણુની ગેાશાલાના એક ભાગમાં પેાતાનું રાચરચીલું મૂક્યું; તથા પછી શરવણ ગામમાં ભિક્ષાચર્યા માટે ફરતા કરતા તે પેાતાને રહેવા માટેના સ્થાનની શેાધ કરવા લાગ્યા. ચેતરફ્ તપાસ કરવા છતાં કાઈ સ્થળે રહેવાનું સ્થળ નહિ મળતાં તેણે તે ગેાશાળામાં જ વર્ષાઋતુ માટે નિવાસ કર્યાં. તે વખતે ભદ્રાએ પૂરા નવ માસ અને સાડાસાત દિવસ વીત્યા બાદ એક સુંદર પુત્રને જન્મ આપ્યા. તેનાં માતિપતાએ ૧૨ મે દિવસે તેનું ગેાશાલક નામ પાડ્યું, કારણકે તેને જન્મ ગેાશાલામાં થયેા હતેા. ક્રમે ક્રમે ગેાશાલક પણ બાલ્યાવસ્થાના ત્યાગ કરી, વિજ્ઞાન વડે પરિત મતિવાળા થઈ, યૌવનને પ્રાપ્ત થયે। અને પેાતે જ સ્વતંત્ર
૧. ચિત્રનું પાટિયું હાથમાં રાખી, તે બતાવીને આવિકા ચલાધનાર ભિક્ષુક.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org