________________
ર૭૮
શ્રીભગવતી-સાર સંધ વડે પરિવૃત થઈ આજીવિકના સિદ્ધાંત વડે આત્માને ભાવિત કરતે વિહરે છે. તે વખતે તે સંખલિપુત્ર ગોશાલકની પાસે અન્ય કોઈ દિવસે આ છ દિશાચરે આવ્યાઃ શાન, કલંદ, કર્ણિકાર, અછિદ્ર, અગ્નિવેશ્યાયન, અને ગમાયુપુત્ર. તે છ દિશાચરેએ પૂર્વગ્રંથમાં કહેલ આઠ પ્રકારનાં નિમિત્ત, નવમે ગીત માર્ગ અને દશમા નૃત્યમાર્ગને હસ્તગત કર્યો હતો. તેમણે મંખલિપુત્ર ગોશાલકનો શિષ્યભાવે આશ્રય કર્યો. ત્યારબાદ તે મંખલિપુત્ર ગોશાલક તે અષ્ટાંગ મહાનિમિત્તના કંઈક જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને આ જ બાબતના સાચા ઉત્તર આપે છેલાભ વિષે, અલાભ વિષે, સુખ વિષે, દુઃખ વિષે, છવિત વિષે અને મરણ વિષે. ત્યાર પછી તે “ખલિપુત્ર ગોશાલક એ અષ્ટાંગ મહાનિમિત્તના કાંઈક જ્ઞાન વડે શ્રાવસ્તી નગરીમાં અજિન છતાં “હું જિન છું' એમ પ્રલાપ કરતા, અર્વત નહિ છતાં “હું અહત છું” એમ મિશ્યા બકવાદ કરતો, કેવલી નહિ છતાં “હું કેવલી છું” એમ નિરર્થક બોલતે, સર્વજ્ઞ નહિ છતાં “હું સર્વજ્ઞ છું” એમ મિશ્યાવચન કરતા અને અજિન છતાં “જિન” શબ્દનો પ્રકાશ કરતે વિચરે છે.
એક વખત ભગવાન મહાવીર શ્રાવસ્તીમાં આવ્યા. ત્યાં ભિક્ષા માગવા જતાં મહાવીરના જે શિષ્ય ગૌતમે ઉપરની
૧. આ છ દિશાચરો પતિત થયેલા મહાવીરના શિષ્ય હતા એમ પ્રાચીન ટીકાકાર કહે છે, અને તેઓ પાર્શ્વનાથની પરંપરામાં થયેલા છે, એમ ચૂર્ણિકાર કહે છે.
૨. નિમિત્તનાં આઠ અંગઃ દિવ્ય, ન્યાત, આંતરિક્ષ, ભીમ, આગ, વર, લક્ષણ અને વ્યંજન.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org